Abtak Media Google News

મેષ રાશિફળ: આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરપૂર રહેશે. કોઈની સાથેની વાદ-વિવાદ અથવા દલીલમાં તમે જીતી શકો છો. ધંધાના સંબંધમાં તમારે કોઈની સલાહ લેવાની જરૂર પડી શકે છે. દરેક નવા કામના કાયદાકીયની પાસાઓને સંપૂર્ણ રીતે જાણો. સાંજે ઘરનું વાતાવરણ શાંત થઈ જશે. તમે અંદરથી અદભૂત ઉર્જા અને આત્મવિશ્વાસ મહેસૂસ કરશો. તમારી કાર્ય ક્ષમતા વધશે. યુવાનોને તેમના મન મુજબ કોઈ પણ કામ કરવામાં રાહત મળશે. આજે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને નફો મેળવશો,

વૃષભ રાશિફળ: સાથીઓ અને પરિવારના સભ્યો તમારા બેદરકારીભર્યા વર્તનને કારણે પરેશાન થઈ શકે છે. એકબીજા સાથે તકરાર પણ થઈ શકે છે. પર્યટન મનોરંજન માટેની તકો મળશે, પરંતુ ઉદાસ વર્તનને કારણે આનંદ માણી શકશો નહીં. સ્વાસ્થ્ય સારું રહેશે. કાર્યક્ષેત્રમાં પોતાને સાબિત કરવા માટે તમને ઘણી તકો મળશે. શિક્ષણ માટે કોર્સની પસંદગી કરતા સમયે કરિયર સાથે સંબંધિત તમારી અપેક્ષા અને તમારી ક્ષમતા બંનેનો અંદાજ લઈને આગળ વધવું. આજે તમારા પર ઘણી બધી જવાબદારીઓ નિભાવવાનો દિવસ છે.

મિથુન રાશિફળ: આજે તમે ભૂતકાળમાં થયેલી ભૂલોથી શીખી શકશો. સખત મહેનત કર્યા પછી પણ તમને ઇચ્છિત સફળતા નહીં મળે, પરંતુ નિરાશ થશો નહીં, સાંજથી જ પરિસ્થિતિ તમારા પક્ષમાં આવવા લાગશે. બપોરે છૂટાછવાયા પૈસાથી લાભ થવાની સંભાવના છે. સારા સમાચાર મળવાથી ઉત્સાહ વધશે. આવકની સાથે ખર્ચાની પણ સ્થિતિ રહેશે. પરંતુ ક્યારેક ક્યારેક તમારા વહેમ અને જીદના કારણે કોઈની સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.

કર્ક રાશિફળ: કાર્યક્ષેત્રમાં ચોરી અથવા અન્ય કોઈ કારણસર નુકસાન થઈ શકે છે. પૈસાને લઈને બપોરે પરેશાની થઈ શકે છે. ક્યાંકથી મળેલી રકમમાં વિક્ષેપ હોવાને કારણે આગળના કામ પર અસર થઈ શકે છે. પરિવાર દરેક રીતે સહકાર આપશે. પ્રેમની દ્રષ્ટિએ આજનો દિવસ સારો છે.

સિંહ રાશિફળ: આજનો દિવસ તમને ખૂબ વ્યસ્ત રાખશે. દિવસના પહેલા ભાગમાં કેટલાક તાત્કાલિક ફોન કોલ્સ અને ઇમેઇલ્સનો જવાબ આપવો જરૂરી રહેશે. કોઈપણ સર્જનાત્મક કાર્યમાં તમારી રુચિ પણ વધશે. કોઈ જૂનો મિત્ર અચાનક તમારી સામે આવી શકે છે. પરંતુ કોઈને ઉધાર આપવાનું ટાળો.

કન્યા રાશિફળ: આજનો દિવસ સામાન્ય કરતા સારો રહેશે. ધનલાભની ઘણી તકો આવશે, પરંતુ આજે તમારું મન બીજે ભટકશે. મનમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે કાર્યસ્થળ પર નાણાં સંબંધિત બાબતોની અવગણના કરવામાં આવશે, પરિણામે લાભો વિલંબિત થશે અને અપેક્ષા કરતા ઓછા હશે.ઘરના બધા જૂના અટકેલા કામોને પૂર્ણ કરવાની તક મળશે. દિવસના બીજા ભાગમાં પ્રેમી સાથે ફરવા માટે એક યોજના બનાવી શકાય છે. આજે તમે તમારી જૂની જવાબદારીઓ ચૂકવી શકશો.

તુલા રાશિફળ: તમારા પબ્લિક રિલેશન તથા સંપર્ક સૂત્રો સારા હોવાને કારણે વ્યવસાય સંબંધિત નવી ડીલ મળી શકે છે. તેથી તેના પર ધ્યાન કેન્દ્રિત રાખવુ. ઈમ્પોર્ટ એક્સપોર્ટ સાથે સંબંધિત બિઝનેસ અત્યારે મંદ રહેશે. તમે તમારી ઈચ્છા શક્તિ દ્વારા જાતે બદલાવ લાવશો. સાથે તમારી અંદર થઈ રહેલા ફેરફારના કારણે તમારી આસપાસની પરિસ્થિતિમાં પણ સકારાત્કમ ફેરફાર જોવા મળશે. જે વસ્તુને મેળવવા માટે તમે વધારે બેચેન હતા તેના સંબંધિત જાણકારી તમને પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિફળ: તમે તમારી ઈચ્છા શક્તિ દ્વારા જાતે બદલાવ લાવશો. સાથે તમારી અંદર થઈ રહેલા ફેરફારના કારણે તમારી આસપાસની પરિસ્થિતિમાં પણ સકારાત્કમ ફેરફાર જોવા મળશે. જે વસ્તુને મેળવવા માટે તમે વધારે બેચેન હતા તેના સંબંધિત જાણકારી તમને પ્રાપ્ત થશે. ઘરમાં કોઈ બાબતે દલીલ થઈ શકે છે, તેના વિશે માનસિક તણાવ હોઈ શકે છે. કાર્ય વ્યવસાયથી આશાસ્પદ લાભ મળશે પરંતુ મનને શાંતિ નહીં મળે. આજે અનિયંત્રિત ખોરાકના કારણે દિવસની શરૂઆતમાં તમારું સ્વાસ્થ્ય થોડું નરમ રહે છે. પેટમાં સમસ્યા પહોંચતા થાકને લીધે કોઈપણ કાર્ય માટે પૂરો ઉત્સાહ રહેશે નહીં. આધ્યાત્મિક વાતોની તરફ વધતા ઝુકાવને કારણે, તમે તમારા કામમાં પ્રત્યે ઓછું ધ્યાન આપી શકશો.

ધન રાશિફળ: આજે સવારથી કોઈપણ નવા કાર્યક્રમ સંદર્ભે ઉત્સાહ મળશે. કોઈપણ પ્રેમ સંબંધને લઈને તમે ખૂબ ઉત્સાહિત થશો. ઓફિસમાં તમારું પ્રમોશન અથવા પગાર વધારવાની વાત છે, તમારા ઉત્સાહને નિયંત્રિત કરો. સાંજ દરમિયાન કેટલીક આવશ્યક વસ્તુઓની ખરીદી કરવી પડી શકે છે. થોડા સમયથી તમે તમારી અંદર અદ્ધુત પરિવર્તન મહેસસૂ કરી રહ્યા છો. અંદર છુપાયેલી પ્રતિભા અને નોલેજને ઓળખો તથા ઉપયોગ કરો. આ સમય દ્વારા કરવામાં આવેલી મહેનતથી નજીકના ભવિષ્યમાં યોગ્ય પરિણામ મળશે.

મકર રાશિફળ: તમારી અંદર ઉત્પન્ન થઈ રહેલી બેચેનીના કારણે પાર્ટનર પણ બેચેન થઈ શકે છે. સ્વાસ્થ્યમાં થોડો સુધારો જોવા મળશે. આજનો દિવસ ઉદાસ રહેશે. સ્વાસ્થ્યમાં આજે શારીરિક અને માનસિક નબળાઇ રહેશે. આજે સારો વ્યવહાર કરજો નહીં તો સંબંધો બગડી શકે છે. જે પાછા જોડવા મુશ્કેલ બનશે. મિત્રો અથવા સંબંધીને થોડા ઉધાર આપી શકાય છે. આજે તમારે કાર્ય વ્યવસાયમાં સાથીઓ અથવા કર્મચારીઓ પર આધાર રાખવો પડશે.

કુંભ રાશિફળ: આજે તમારા માટે ઉતાર-ચઢાવનો દિવસ રહેશે. દિવસની શરૂઆતથી જ તમે આવશ્યક કાર્યોમાં વ્યસ્ત તમારી માનસિક સ્થિતિને સારી કરવા માટે જીવન સંબંધિત સકારાત્મક વાતોનું અવલોકન કરવાની જરૂર પડશે. અત્યારે પરિસ્થિતિ તમારા પક્ષમાં નહીં હોય તેમ છતાં પણ પ્રયત્નો દ્વારા તમે પરિસ્થિતિને બદલવાની ક્ષમતા રાખો છો. જો બપોરે પરિસ્થિતિ સુધરે તો કામગીરી ઉતાવળમાં કરવામાં આવશે. આજે તમને જાહેર ક્ષેત્રે પ્રેમ અને આદર બંને મળશે.

મીન રાશિફળ: તમારે યોગ્ય સમયની રાહ જોવી પડશે. દિવસની શરૂઆતથી બપોર સુધી તમે તમારા કામમાં બેદરકાર રહેશો, પરંતુ બપોરે વરિષ્ઠની દખલ પછી તમારા સ્વભાવમાં ગંભીરતા રહેશે. કેટલીક તક હાથમાંથી જઈ શકે છે. જેના કારણે તમને નુકસાનનો સામનો કરવો પડશે. વ્યવસાય સંબંધિત કાર્યોની ગતિ પણ ધીમી રહેશે. તેથી સંયમ જાળવી રાખવો જરૂરી છે. નોકરી સંબંધિત કાર્યોમાં પણ પરિસ્થિતિ વિપરિત ચાલી રહી છે. અચાનક કોઈ સમસ્યા સામે આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.