Abtak Media Google News

કરોના સામેની વૈશ્વિક લડાઈમાં હાલ રસી એક અમોધ અસ્ત્ર સમાન મનાઈ રહી છે. વિશ્વના અલગ-અલગ દેશોમાં અલગ-અલગ પ્રકારની રસીઓ વિકસિત થઈ છે. કાચીંડાની જેમ કલર બદલતા કોરોનાના અલગ અલગ સ્વરૂપ ઓળખી વિવિધ પ્રકારની રસીઓ વિકસિત કરાઈ છે. કોઈક રસી પ્રોટીન બેઝડ તો કોઈક રસી કોષો ઉપર તો કોઈક રસી આર.એન.એ કે ડી.એન.એ ઉપર બનાવવામાં આવી છે. ત્યારે હાલ ભારતમાં તાજેતરમાં ચોથી રસી મોડર્નાને રસી મળ્યા બાદ હવે વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત રસી ઝાયકોવ-ડીને જલ્દીથી મંજૂરી મળી શકે છે. એ પણ ભારતીય અને એમાં પણ ગુજરાતની ઝાયડ્સ કેડીલા કંપની દ્વારા વિકસાવવામાં આવી છે.

ઝાયકોવ-ડી 12 થી 18 વર્ષનાં લોકો પર પણ અસરકારક હોવાનો ઝાયડસ કેડિલાનો દાવો; DCGI પાસેથી મંજુરીની રાહ

આ રસી માટે બે નહીં, પણ  ત્રણ ડોઝની ફોર્મ્યુલા, વધુ  લાંબા સમય સુધી ઈમ્યુનીટી સ્ટ્રોંગ રહેશે

અમદાવાદ સ્થિત ઝાયડસ કેડીલા દ્વારા વિકસાવવામાં આવેલી આ પ્લાઝમી ડીએનએ આધારિત રસીની ખાસ વિશેષતા એ છે કે તેના ડોઝ વગર ઇન્જેક્શનએ પણ આપી શકાશે. ગુજરાત સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીનું કહેવું છે કે, આ રસીને ઇન્જેક્શન વગર જ ફાર્માજેટ ટેકનીકથી લગાવવામાં આવશે. આ ટેકનીકનો ઉપયોગથી રસી આપ્યા બાદ સાઈડ ઇફેક્ટનું જોખમ ઓછું થઈ જશે. જો તેને મંજૂરી મળે તો આ કોરોનાને રોકવા માટે વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત રસી અને દેશમાં ઉપલબ્ધ પાંચમી રસી હશે.

આ ઉપરાંત આ રસીના બે નહીં પરંતુ ત્રણ ડોઝ આપવાની ફોર્મ્યુલા છે. પ્રથમ બે ડોઝ 28 માસ અને ત્રીજો ડોઝ 56માં દિવસે આપવામાં આવે તો રસી વધુ અસરકારક સાબિત થશે તેમ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે. આ રસીનું પરીક્ષણ 12થી 18 વર્ષના 1000 લોકો પર કરાતા બાળકોમાં પણ આ રસી અસરકારક હોવાનું સામે આવ્યું છે. કંપનીએ રસીના આપાતકાલીન ઉપયોગ માટે ડ્રગ કમ્પ્લોટર જનરલ ઓફ ઇન્ડિયા- ડીસીજીઆઈ પાસેથી મંજૂરી માંગી છે.

જણાવી દઈએ કે, આ રસી શરીરમાં પ્રવેશતા જ ડીએનએ સાંકળતી કોશિકાઓમાં પ્રવેસશે. અને ત્યારબાદ સાર્સ કોવ-2ની સપાટી પર રહેલા સ્પાઈક પ્રોટીનનું ઉત્પાદન કરી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધુ ઝડપથી વિકસીત કરશે.

શું છે આ પ્લાઝમી ડીએનએ રસી??

ડીએનએ આધારિત વિકસાવવામાં આવેલી રસીને સમજ્યા પહેલા આપણે ડીએનએને સમજીએ. ડીએનએ એ એક પ્રકારનું એસિડ છે જે જન્મતાની સાથે જ શરીરમાં આનુવંશિક રીતે ઉતપન્ન થાય છે. ડીએનએ એટલે ડીઓક્સી રીબોન્યુક્લિક એસિડ. જે શરીરમાં આંનુવંશીક વહન માટે જવાબદાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, ડીએનએ રસી સૌથી સુરક્ષિત મનાય છે.

આ રસી શરીરમાં એન્ટિજન એન્કોડિંગ કરનારા ડીએનએ સિક્વન્સ ધરાવતી કોશિકાઓમાં સીધી જ પહોંચે છે. જેની સામે રોગપ્રતિકારક પ્રતિસાદ માંગવામાં આવે છે. અને આ રીતે ડાયરેક્ટ ડીએનએ સિક્વન્સ ધરાવતી પેશીઓમાં જતા રોગપ્રતિકારક શક્તિ વધુ ઝડપથી વિકસે છે. ડીએનએ અને આરએનએ બેઝડ રસી પ્રતિરક્ષા પ્રતિસાદને ઉત્તેજીત કરવા માટે વાયરસના પોતાના જનીનોના ભાગનો ઉપયોગ કરે છે. ડીએનએ અને આરએનએ રસીઓ અસરકારક છે અને પરંપરાગત, પ્રોટીન રસી કરતાં વધુ ઝડપથી રોગરતીકારક શક્તિ ઉત્પાદન કરવાની ક્ષમતા છે. આ રસી આનુવંશિક કોડ પર આધાર રાખે છે – જીવંત વાયરસ અથવા બેક્ટેરિયા પર નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.