Abtak Media Google News

લોકો કાયદાને હાથમાં લેવો, ટોળશાહી દ્વારા તંત્રને નબળુ પાડવુ પોલીસ માટે પડકારસમાન: પીએસઆઈ રાઠોડ સસ્પેન્ડ અને પીઆઈ ચાવડાની બદલી ઘણું કહી રહી છે

સુપ્રીમે આપેલા હુકમનો ‘અનુશાસન’ પોલીસતંત્ર નિભાવી શકશે ?

વિશ્ર્વના વિકસિત દેશોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રાથમિકતા હોય છે ત્યારે ભારતમાં ઘટના ઘટી ગયા બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવે છે. અમેરિકા, બ્રિટન, જર્મન અને જાપાન જેવા દેશોમાં પોલીસને કોલ મળે ને ત્રણ મિનિટ અને ૨૦ સેક્ધડમાં હથિયારધારી પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ બે પોલીસમેનો કાયદો અને વ્યવસ્થા જાળવે છે.

ભારતમાં પોલીસની નબળાઈ, લાચાર કે પાવરનો ઉપયોગ કરવામાં કયાંક ઉણી ઉતરી છે કે માનવ અધિકારીનું બહાનું આગળ ધરતી હોવાથી ટોળા દ્વારા હુમલાના બનાવો રોજબરોજની ઘટના વધી રહી છે. આવી એક ઘટના અને સુપ્રિમ કોર્ટના હુકમ હોવા છતાં અને પોલીસની હાજરીમાં રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે ખેડુતની પોતાના જ ખેતરમાં ટોળા દ્વારા કરવામાં આવેલી હત્યાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવી હતી.

પોલીસની હાજરીમાં ઠેબચડા ગામના જાડેજા લખધીરસિંહ નવુભા નામના ખેડુતની પોલીસની હાજરીમાં હત્યાના ઘેરા પ્રત્યાઘાતને પગલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બનાવને ગંભીરતાથી લઈ આજીડેમ પોલીસ મથક પાસેથી પોલીસ તપાસ લઈ ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપી આજીડેમ પોલીસના તપાસનીશ સામે તપાસના આદેશ આપ્યા હતા. પોલીસ કમિશનરની કુનેહથી ઈન્કવાયરીનાં અંતે પીએસઆઈ દોષિત ઠરતા સસ્પેન્ડ કર્યા હતા અને પીઆઈની તાત્કાલિક અસરથી બદલીના હુકમ કર્યા હતા. સુપ્રિમ કોર્ટના હુકમ હોવા છતાં અને પોલીસ મથકે પાંચથી વધુ વખત રૂબરૂ અને આઠ વખત ફોન દ્વારા ઠેબચડાના ખેડુતો દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા કરેલી રજુઆત બાદ ઉણી ઉતરતા ટોળા દ્વારા પોલીસની હાજરીમાં કરેલા હુમલામાં પ્રૌઢ ખેડુતનો ભોગ લીધો.

પોલીસની હાજરીમાં બનેલા બનાવે ચારેબાજુ પોલીસ સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. પોલીસની હાજરી હોવા છતાં ઘટના અટકાવવામાં કેમ નિષ્ફળ રહી ! પોલીસની નબળાઈ કે પાવરનો ઉપયોગ કરતા માનવ અધિકારનું બહાનુ આગળ ધરી રહી છે. પોલીસ નબળી પડશે તો ટોળાઓ દ્વારા હુમલા તેમજ પોલીસ ઉપર એટેક વધશે તો લોકો કાયદો હાથમાં લેતા અચકાશે નહીં. પોલીસ માટે લાલબતી સમાન છે તો પોલીસ પોતાના પાવરનો ઉપયોગ કરતા કેમ ઉણી ઉતરે છે. આથી પોલીસનો ગુનેગારોને ડર કે ભય નથી આથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાતી નથી આવી ઘટના ભવિષ્યમાં ન ઘટે તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ હિંમત બતાવે. ક્ષત્રિય પરિવાર આધાર સ્તંભ વ્યકિત ગુમાવ્યા બાદ પોલીસ સ્થળ પર કાયદો અને વ્યવસ્થા જાળવી અને નિર્ભય કબજો ભોગવટો ભોગવી શકશે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ માટે આ ચેલેન્જ સમાન છે. લોકશાહીમાં કાયદો સર્વોપરી છે અને તેને માન આપવું જોઈ ત્યારે કાયદાના કહેવાતા તજજ્ઞ દ્વારા કાયદાની આંટીઘુંટી કરી કાયદાને ધોળી પી જનાર અને કાયદાનો ડર ન હોવાથી આવી ઘટના અટકાવવા માટે પોલીસ કમિશનર માટે પડકારજનક છે.

ઘાંસમાંથી સોય ગોતવા જેવું પડકાર રૂપ કામ સીપીએ બખુબી નિભાવ્યુ

1010 1

ઠેબચડા ગામે પોલીસની હાજરીમાં જમીન માલિક ગરાસીયા પ્રૌઢની હત્યા થયાના ચકચારી બનાવમાં શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ફરજમાં બેદરકારી દાખવનાર આજીડેમ પોલીસ મથકના પીએસઆઈ એમ. જે. રાઠોડને સસ્પેન્ડ કર્યા છે અને પીઆઈ ચાવડાની બદલી કરી રીડર બ્રાન્ચમાં ટ્રાન્સફર કરીને શહેર પોલીસ કમિશનરે સરાહનીય કામગીરી કરી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને લોકોના જાનમાલની સલામતીની જવાબદારી પોલીસની હોય તેમ ઠેબચડામાં પ્રૌઢની હત્યા ટોળાએ કરી જે અત્યંત ગંભીર બાબત હોય જો પોલીસની હાજરી હોવા છતાં લોકો કોઈ ગુનો કરે તો તે પોલીસની નબળાઈ કહેવાય અને પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા લોકો પર પોતાનો અંકુશ યથાવત રાખવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને ભવિષ્યમાં કોઇ ટોળા દ્વારા જો પોલીસ પર હુમલો કરી જાનહાની ન કરી શકે અને પોલીસ પોતાની જવાબદારી સારી રીતે નિભાવે તે માટે અને ભવિષ્યમાં કોઈ આવો બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આજીડેમ પોલીસના પીએસઆઈ રાઠોડને સસ્પેન્ડ કરી અને પીઆઈ ચાવડાની બદલી કરી નાખી સરાહનીય કામગીરી કરી છે.

ભોગ બનનાર પરિવારને સુપ્રીમે આપેલા હુકમનું પોલીસતંત્ર પાલન કરી શકશે ?

રાજકોટની ભાગોળે આવેલા ઠેબચડા ગામે ચાલતા જમીનના વિવાદમાં ગઈ તા.૨૯/૧નાં રોજ સરાજાહેર પોલીસની હાજરીમાં જમીનના માલિક અને ઠેબચડા ગામે રહેતા લખધીરસિંહ નેવુભા જાડેજા નામના પ્રૌઢની ૨૪ જેટલા શખ્સોના ટોળાએ ધારીયા, દાતરડા, પાઈપ, તલવાર જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી શરીરે ગંભીર ઈજા કરી હત્યા કર્યાના બનાવમાં પોલીસે ૨૪ જેટલા શખ્સો સામે ગુનો નોંધી કેટલાક શખ્સોની ધરપકડ કરી છે. આ બનાવ પોલીસની હાજરીમાં બન્યો હોય જેની ગંભીરતાને ધ્યાને લઈ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તપાસના આદેશો આપ્યા હતા. પોલીસ ઈન્કવાયરીમાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઈ એમ.જે.રાઠોડની બેદરકારી અને પીઆઈ ચાવડાની બેદરકારી સામે આવતા પોલીસ કમિશનર અગ્રવાલ દ્વારા તેની સામે કડક કાર્યવાહી હાથધરી પીએસઆઈ રાઠોડને સસ્પેન્ડ કર્યા છે અને પીઆઈ ચાવડાની બદલી કરી છે પરંતુ હજુ આ ઘટના અહીંયાથી અટકતી નથી. સુપ્રીમ કોર્ટના હુકમ હોવા છતાં પોલીસની નબળાઈના કારણે જમીનમાં ગેરકાયદે કબજો જમાવનાર ટોળાએ હુમલો કરી પ્રૌઢની હત્યા કરી નાખી પરંતુ હાલ ભોગ બનનાર પરિવારને પોલીસ ન્યાય અપાવી શકશે કે નહીં તે એક પ્રશ્ર્ન ઉપસ્થિત થયો છે. ભોગ બનનાર પરિવારને પોલીસ રક્ષણ આપી શકશે. પોલીસ રક્ષણ સાથે ભોગ બનનાર પરિવારને તેની માલિકીની જમીનમાં વસવાટ કરવા અને તે પરિવારને ન્યાય આપી તેઓ કાયમી પોતાની માલિકીની મિલકતનો ભોગવટો કરી શકશે તે એક મોટો સવાલ ઉભો થયો છે.

માનવ અધિકાર પંચનો ડર એ પોલીસની નબળાઈ કે કાયદો નબળો ?

વિશ્ર્વભરમાં માનવ અધિકાર પંચ છે અને અનેક દેશોમાં પોલીસ માત્ર ૩ મિનિટ અને ૨૦ સેક્ધડમાં જ ઘટના સ્થળે પહોંચી જાય છે. માત્ર બે પોલીસમેન હોવા છતાં ટોળા સામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખે છે તેનું કારણ એ છે કે આ ઘટના સ્થળે પહોંચેલા પોલીસમેન પાસે ઓછામાં ઓછા ચાર હથિયારો હોય છે જેમાં ટોળા સામે પણ ફાયરીંગ કરી શકે તેવા અદ્યતન સાધનો હોવાથી તેઓ ટોળા પર પણ કાબુ મેળવી શકે છે અને જરૂર પડયે સ્થળ પર ફાયરીંગ કરીને પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ રાખી શકે છે. આવા દેશોમાં પણ માનવ અધિકાર પંચ હોય છે છતાં પોલીસ તેનો ડર રાખ્યા વગર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાણવવામાં જરૂર પડયે ટોળા પર ફાયરીંગ કરી શકે છે પરંતુ ભારતમાં આવુ કયાં શકય નથી શું માનવ અધિકાર પંચથી પોલીસ ડરીને રહી છે શું પોલીસની આ નબળાઈ છે કે ભારતનો કાયદો નબળો પડે છે. આગામી દિવસોમાં જો કાયદામાં ફેરફાર કરવામાં નહીં આવે તો પોલીસની હાજરીમાં ટોળા દ્વારા કાયદો હાથમાં લેવાના બનાવનું પ્રમાણ ચિંતાજનક રીતે વધશે તેવી દહેશત સેવાઈ રહી છે.

ટોળાશાહી કરી કાયદો હાથમાં લે છે તે સમાજ માટે લાલબતી સમાન

રાજકોટનાં ઠેબચડા ગામે પોલીસની હાજરી હોવા છતાં ટોળાએ ગરાસીયા પ્રૌઢ પર હુમલો કરી હત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હાલ રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ પોલીસ પર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સમાજમાં ટોળાશાહી કરી કાયદો હાથમાં લે છે તે સમાજ માટે લાલબતી સમાન છે. જો આ પરિસ્થિતિ યથાવત રહે તો ભવિષ્યમાં ટોળા દ્વારા કોઈ ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપવામાં આવશે તેવી દહેશત ફેલાઈ છે. ભવિષ્યમાં શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે ટોળાશાહી સામે કડક કાર્યવાહી કરવી પડશે અને જો આમ કરવામાં ન આવે તો લોકો ટોળામાં કોઈપણ ગુનો આચરવામાં અટકશે નહીં તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.