Abtak Media Google News

બી.એસસી., બી.એડ. એલએલ.બી., એમ.એ.,  એમ.એસસી., એમ.કોમ., એલએલ.એમ.ની પરીક્ષામાં ગેરરીતિ સામે કડક કાર્યવાહી

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોરોના સામેની તકેદારી સાથે શરૂ થયેેલ બી.એસ.સી., બી.એડ. એલ.એલ.બી., એમ.એ.,  એમ.એસ.સી., એમ.કોમ., એલ.એલ.એમ., સહીતની પરીક્ષાના પ્રથમ તબક્કાના બીજા દિવસે  ૧૦ કોપી કેસ નોંધાયા હતા.

બે સેશનમાં કુલ પાંચ જિલ્લાના ૮૦ કેન્દ્રો પર લેવાયેલ આજની પરીક્ષામાં કુલ ૧૩૪૬૭ વિદ્યાર્થીઓ માંથી ૨૮૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.  બીજી બાજુ પરીક્ષાના બીજા દિવસે કેમેસ્ટ્રી તથા માઇક્રોબાયોલોજી વિષયમાં કુલ ૧૦ કોપીકેસ કરવામાં આવ્યા હતા. જેમા જૂનાગઢમાં ૨, માણાવદરમાં ૬, જૂનાગઢના બામણ ગામથી ૧,  તથા ઘુસિયા ગીર ગામેથી ૧ કોપી કેસ કરવામાં આવ્યા હતા.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતનભાઈ  ત્રિવેદીના જણાવ્યા અનુસાર    પરીક્ષાના વિવિધ કેન્દ્રો પર સ્ક્વોડ દ્વારા તથા યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી મોનીટરીંગ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રોનું ઝીણવટપુર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. તો વૈશ્વીક મહામારી કોરોના સામેની તકેદારીરૂપે પરીક્ષાના દરેક કેન્દ્રો ઉપર માસ્ક,  સેનીટાઈઝરનો ઉપયોગ અને સોશ્યલ ડીસ્ટન્સીગ સહીતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.