2001ની 26મી જાન્યુઆરીના વિનાશકારી ભૂકંપમાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે એવા લોકોની સ્મૃતિમાં ભુજિયા ડુંગરની ગોદમાં 460 એકરના વિશાળ વિસ્તારમાં 155 કરોડના ખર્ચે સ્મૃતિવન પ્રોજેકટનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે. આ પ્રોજેકટના પ્રથમ ચરણમાં ભૂકંપમાં મોતને શરણે થયેલા 13805 લોકોના નામની સ્ટીલની તકતી મુકાશે અને આ તમામ મૃતકોની સ્મૃતિમાં વૃક્ષનું પણ વાવેતર કરાશે.

સ્મૃતિવન પ્રોજેકટના બીજા ચરણમાં 58 કરોડના ખર્ચે એક મ્યુઝિયમ નિર્માણ કરવાનુ઼ં આયોજન ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયું છે. આ મ્યુઝિયમમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવા આયોજન સાથે મ્યુઝિયમની અંદર પ્રવેશતાં જ લોકોને ભૂકંપ આવતો હોય તેવી ધ્રૂજારી અનુભવાય તે પ્રકારની ટેકનીક વિકસવાશે.આ ઉપરાંત ભૂકંપ સમયે કેવા કેવા પગલાં ભરી શકાય તેનું ડિસ્પલે કરાવતા બોર્ડ મુકવાનુ આયોજન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.