Abtak Media Google News

ચીન અને ભારત બન્ને દેશોના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિક શહીદ થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે બન્ને તરફથી કોઇ ફાયરિંગ થયું ન હતું. આ અથડામણ બે અણુબોમ્બ ધરાવતા દેશો વચ્ચે 14 હજાર ફુટની ઉંચાઇએ ગાલવન ઘાટીમાં બની હતી. ગાલવન ઘાટી એ જ વિસ્તાર છે જ્યાં 1962ના યુદ્ધમાં 33 ભારતીયોના મોત થયા હતા. બોર્ડર પર છેલ્લા 41 દિવસથી તણાવ હતો. તેને ઓછો કરવાના પ્રયત્નો થઇ રહ્યા હતા.

15 જૂનની સાંજે તણાવ વધી ગયો હતો. ભારતીય સેના વાતચીત કરવા ગઇ હતી ત્યારે અચાનક ચીનની આર્મીએ હુમલો કર્યો હતો. શહીદોની સંખ્યા હજુ વધી શકે તેવી શક્યતા છે. આ હુમલામાં 16 બિહાર રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ શહીદ થયા છે. તે સિવાય હવલદાર પાલાની અને સિપાહી કુંદન ઝાના નામ સામે આવ્યા છે. બાકી શહીદોના નામ હજુ જાહેર થયા નથી.સૂત્રોના માધ્યમથી કહ્યું છે કે ચીનના 43 જવાન આ અથડામણમાં માર્યા ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.