Abtak Media Google News

પ્રાથમિક શાળા માટે 15,000 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11,500 જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે: 21000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે

ગુજરાતમા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે 15,000 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11,500 જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર ખેલ સહાયક યોજના અંતર્ગત 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને 21000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પદ્ધતિથી ભરવામાં ના આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂંક ક૨વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને રમત-ગમત અને ખેલકૂદ માટે તૈયા૨ ક૨વાના હેતુથી ખેલ સહાયક યોજના અમલમાં મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે.

રાજ્યની સ૨કારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સ’ માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા ઉ૫૨ કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે. આ માટે પ્રાથમિક શાળાઓમાં 15000 અને માધ્યમક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓ માટે 11500 જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂંક ક૨વામાં આવશે.

કરાર આધારિત નિમણૂંક મેળવેલ પ્રાથમિક વિભાગના જ્ઞાન સહાયકને 21000 માધ્યમક વિભાગ માટે 24000 અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે રૂપિયા 26000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણૂંક મેળવવા પ્રાથમિક વિભાગ માટે ટેટ 2 પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો, માધ્યમિક વિભાગ માટે ટાટ (માધ્યમિક) અને ઉચ્ચત્તર માધ્યમક વિભાગ માટે ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષામાં ઉતર્ણ થયેલ ઉમેદવારો અ૨જી કરી શકશે. અ૨જી કરનાર અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગ૨ દ્વારા પ્રસિદ્ધ ક૨વામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં ‘જ્ઞાન સહાયક’ તરીકે કામગીરી ક૨વા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઇન કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.