બરેલીમાં 3 લોકોએ હરણ સાથે કર્યું નિર્દયતા ભર્યું કૃત્ય, જાણો શું હતી ઘટના

0
40

કોઈ માણસએ માણસ પ્રત્યે ક્રૂર વ્યવ્યહાર કરે તેવા કિસ્સાઓ તો આપણે સાંભળ્યા જ હશે ક્રૂરતા તો માણસના સહજ સ્વભાવમાં છે. આવી જ એક ઘટના બરેલી જિલ્લામાં બની છે. જ્યાં ફક્ત પાક ખાવાને લીધે હરણને દોરી વડે ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો. ઘટના મંગળવારની છે બરેલી જિલ્લાના ભોજીપુરા ગામમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિમા પટ્ટીના ખેતરમાં ત્રણ ગ્રામજનોએ જંગલમાંથી રખડતાં હરણને દોરી વડે ગળું દબાવીને મારી નાખ્યો હતું. હરણ ખેતરમાં પાક ઉઠાવી રહ્યો હતો. આ જોઈને ત્રણેય ગામલોકો ગુસ્સે આવ્યો. ત્યારબાદ તેમણે હરણને ઘેરી લીધો. તેના ગાળામાં દોરડું બાંધીને તેને ત્યાં સુધી ઘસેડવામાં આવ્યો જ્યાં સુધી તેનું મૃત્યુ થઈ ગયું હતું.

જ્યારે ગ્રામજનોએ હરણનું શબ જોયું તો તેમણે તરત જ વન વિભાગ અને પોલીસને જાણ કરી હતી. જ્યારે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી, ગ્રામજનોની પૂછપરછ કરી, ત્યારે ગામના લોકોએ હરણની હત્યા કરનારા ત્રણ લોકોના નામ જણાવ્યું. ટીમને હરણની ગળામાં દોરડું પણ જોવા મળ્યું હતું. વન વિભાગની ટીમે હરણના શબને પોસ્ટમોર્ટમ માટે ભારતીય વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (આઈવીઆરઆઈ)માં મોકલવામાં આવ્યો હતો.

ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો:

ફોરેસ્ટ રેન્જર વૈભવ ચૌધરી વતી, હરણની હત્યા કરવા બદલ એનિમલ ક્રૂરતા એક્ટની કલમો હેઠળ ત્રણેય આરોપી ચુનીલાલ,બિલાયે અને અન્ય એક સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે ત્રણેય આરોપીઓની શોધી રહી છે. ગ્રામજનોએ વન વિભાગને જણાવ્યું હતું કે, હરણ ત્રણ આરોપીઓના ખેતરોમાં પાકને નુકસાન પહોંચાડતો હતો. તેથી તેઓ હરણથી ગુસ્સે હતાં, તેથી પાકનું નુકસાન ન થાય તે માટે તેમણે હરણની હત્યા કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here