બે પાકિસ્તાનીઓ સહિત 3 જૈસેના આંતકીઓ ઠાર !!!

લસકરનો આંતકી સંગઠનનો વળો ઝડપાયો, કાશ્મીરી યુવાનોને આંતકી ગતિવિધિ માટે પ્રેરિત કરતો હતો

ભારત દેશમાંથી આંતકવાદને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા દરેક પ્રકારે પગલાં લેવામાં આવી રહ્યા છે અને આંતકી સંગઠન સાથે સંકળાયેલા લોકોને છાના ખૂણે થી પકડી ને ઠાર કરી રહ્યા છે. ત્યારે વધુ એક મુઠભેડમાં  બે પાકિસ્તાની સહિત ત્રણ જઈશ એ મોહમ્મદના આંતકીઓ ઠાર મરાયા છે. એટલું જ નહીં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા શ્રીનગર ખાતે લશ્કરના વડાને પણ પાડવામાં આવ્યો હતો આ આતંકી કાશ્મીર યુવાનોને આંતકી ગતિવિધિઓ માટે સતત પ્રેરિત કરતો હતો.

જમ્મુ-કાશ્મીરના પોલીસ વડા વિજય કુમારે જણાવ્યું હતું કે ૧૧ આતંકવાદીઓ સક્રિય હોવાની બાતમીના આધારે સુરક્ષાદળોએ આ ઓપરેશન કર્યું હતું, જેમાં ધારી સફળતા મળી છે. એન્કાઉન્ટર પછી સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી કબજે કરી હતી.

જમ્મુ-કાશ્મીરના થયેલા આર્મી એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના છ આતંકવાદીઓ ઠાર થયા હતા. ઓપરેશન દરમિયાન એક જવાન શહીદ થયા હતા અને ત્રણને ઈજા પહોંચી હતી. ઠાર થયેલા આતંકવાદીઓમાં બે પાકિસ્તાનના નાગરિકો હતા.

કુખ્યાત પાકિસ્તાની આતંકવાદી રઈસ ૨૦૧૭થી કાશ્મીર ઘાટીમાં સક્રિય હતો. મુઠભેડ માં ત્રણ પોલીસ જવાન સહિત એક સીઆરપીએફ ના જવાનને ઇજા પહોંચી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળો ઉપર ફાયરિંગ થયું હતું. એ પછી સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં પરિવર્તિત થઈ ગયું હતું. બચાવમાં સુરક્ષાદળોએ પણ ફાયરિંગ કર્યું હતું. જેમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હતા.