Abtak Media Google News

કેન્દ્રની સરકાર દરેક દેશના નાગરીકો પોતાનુ ઘર બનાવી શકે તે માટે ખુબજ પ્રયત્ન કરતા નજરે પડે છે ત્યારે સરકાર દ્વારા લોકોને ધરના ઘરની સાથે ઘેર-ઘેર શૌચાલય, ગરીબ અને મધ્યમ લોકોને રેશનકાડઁમા અનાજનો પુરવઠો તથા અન્ય કેટલીક યોજનાનો લાભ પુરો પાડવા આ સરકાર હંમેશા તત્પર હોય છે.

તેવામા કહેવાય છે કે મનુષ્યની જીવન જરુરીયાત રોટલો અને ઓટલો મળી રહે એટલે મનુષ્યનુ જીવન સુખમય કહી શકાય ત્યારે સરકાર દ્વારા અગાઉ ગરીબ લોકોને કામ મળી રહે તે માટેની યોજના કરી હતી ત્યારે હાલના સમયમા કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લોકોને પોતાનુ મકાન મળેતેવી પણ સુવિધા કરાઇ છે જેમા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરુવાત કરાઇ હતી જેમા ધર વિહોણા લોકોને મકાન બનાવવા સરકાર દ્વારા મકાન બનાવવા માટે આથીઁક લાભ અપાતો હતો.

આ યોજનામા સૌ પ્રથમ લાભાથીઁઓએ પોતાના વિસ્તારનુ ફોમઁ ભરી મકાનના દસ્તાવેજ તથા ફોટો સાથે ફોમઁને જોડી નિઁધારીત શાખામા જમા કરાવ્યુ હતુ ત્યારબાદ તેઓના આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોમઁને ગાંધીનગર ખાતે મોકલાવ્યા બાદ ત્યાથી અમુક લોકોના ફોમઁની ચકાસણી કરાયા પછી કેટલાક ફોમઁને સરકાર દ્વારા સ્વીકાયાઁ હતા જેમા ખરેખર ગરીબ અને જરુરીયાત મંદ લોકોના નામની યાદી જે તે વિસ્તારની નગરપાલિકાને મોકલી હતી આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી ધ્રાગધ્રા નગરપાલિકા ખાતે પણ પહોચી હતી જેમા ધ્રાગધ્રાના કુલ 375 જેટલા લાભાથીઁઓના નામ આ નામાવલીમા હતા આ યાદીમા નામ ધરાવતા લોકોને સરકાર દ્વારા અગામી સમયમા લાભો મળશે તેવુ ધ્રાગધ્રા નગરપાલિકાના પ્રમુખ દ્વારા જણાવાયુ હતુ.

જોકે હજુ સુધી માત્ર નામોની યાદી જ બહાર પડી હોવાથી લોકોને નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ પોતાના નામની ખરાઇ કરી અન્ય મંગાવાયેલ પુરાવા હાજર કરવાના રહેશે ત્યારબાદ જ પોતાને આ યોજનાનો લાભ મળી શકશે પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાની પ્રથમ યાદીમા પોતાના નામોની જાહેરાત થતા ધ્રાગધ્રા શહેરના ગરીબ પરીવારોના લાભાથીઁઓમા આનંદની લાગણી છવાઇ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.