Abtak Media Google News

કલેકટરના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીકટ ટીબી ફોરમ અંગે મીટીંગ યોજાઈ: ટીબીના દર્દીને પોષણયુકત કીટ વિનામૂલ્યે અપાશે

કલેકટર  બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને  ડીસ્ટ્રીકટ ટીબી ફોરમ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીબી ફોરમની મીટીંગ દર 6 માસે કલેકટર ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવે છે જેનો મુખ્ય હેતુ ટીબીની ગેરમાન્યતાઓ દુર કરવી તેમજ જન સમુદાય ભાગીદારી વધારવાનું છે. જેમાં સરપંચ ઓ, જનપ્રતિનિધિઓ, આગેવાનો, ડ્રગ ઈન્સ્પેક્ટ, તલાટી/મંત્રીઓ, શિક્ષકો, ધાર્મિક નેતાઓ, સ્વેચ્છિક  સંસ્થાઓ, મંડળોને સાથે લઈ ટીબી અંગે કામ કરવું મુખ્ય ઉદેશ છે. વિશ્વ ક્ષય દિવસ માર્ચ-2023ના દિવસે વડાપ્રધાન દ્વારા  ઝઇંઊ ઝઇ મુક્ત પંચાયત પહેલ  શરુ કરવામાં આવેલ છે જે અંગે મિટિંગમાં ચર્ચા કરવામાં આવેલ હતી.

Advertisement

ટીબી મુક્ત પંચાયતમાં આ લક્ષયાંક મુજબની કરેલ કાર્યવાહીનો રીવ્યુ કર્યા બાદ તે પંચાયત ને ટીબી મુક્ત જાહેર કરવામાં આવશે. જેમાં ટીબી ના સંભવિત કેસો નો દર , ટીબીના કેસો શોધવાનો દર, ટીબીના નોંધાયેલ કેસ માંથી દવાની અસરકારકતા માટે તપાસનો દર , ટીબી ન દર્દી દ્વારા દવા ખાધા બાદ કરવાના થતા ફોનનો પ્રમાણ દર , ટીબીના દર્દીને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત ભારત અંતર્ગત આપવાનું થતું પોષણ કીટ , ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના તમામ દર્દી ન જ્યાં સુધી દવા ચાલુ રહે ત્યાં સુધી દર્દીના બેંક ખાતામાં  નિક્ષય પોષણ યોજના હેઠળ સરકાર દ્વારા દર મહીને રૂપિયા 500 ખાતામાં જમા કરવામાં આવે છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના 2025 ટીબીના નાબુદીકરણના લક્ષયાંક હાસલ કરવા માટે જામનગર જીલ્લામાં હાલની પરીસ્થિતિને અનુરૂપ કઈ કઈ કામગીરી થયેલ છે અને કઈ કામગીરી કરવાની બાકી છે જેની ચર્ચા કલેકટર દ્વારા કરવામાં આવેલ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ કામગીરી નો 15 દિવસનો રીપોર્ટ પણ તૈયાર કરવા જણાવવામાં આવ્યું હતું.

ટીબી મુક્ત ભારત અંતર્ગત જામનગર જીલ્લામાં ન્યારા એનર્જી લી. દ્વારા ટીબીના દર્દીને  પોષણ યુક્ત આહાર માટે કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી

જામનગર જીલ્લામાં ટીબી માં 40% કેસોનો ઘટાડો જોવા મળ્યો હતો  જે માટે ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી  ઋષિકેશભાઈ પટેલ દ્વારા જામનગર જીલ્લાને રાષ્ટીય લેવલ નો અવોર્ડ ( સિલ્વર મેડલ) મળ્યો હતો. સિલ્વર મેડલ હાસલ કરેલ ગુજરાત રાજ્યના 3 જીલ્લા પૈકી જામનગર એક જીલ્લો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.