Abtak Media Google News

દેશની જનસંખ્યાના ૪.૭૪ ટકા લોકો ગુજરાતી ભાષા બોલે છે

મોટા પ્રમાણના લોકોને રાષ્ટ્રીય ભાષા હિન્દી આવડતી જ હોય છે. ગુરુવારે જાહેર કરેલા સેન્સના ડેટા પ્રમાણે હિન્દી તરીકેની માતૃભાષાનો આંકડો ૪૧.૦૩ ટકાથી વધીને ૪૪ ટકાએ પહોંચ્યો છે એ સાથે જ ૪૪ ટકા ભારતીયોની માતૃભાષા હિન્દી છે તે સાબિત થયું છે અને તેજ સર્વત્ર દેશમાં સૌથી વધુ બોલાતી ભાષા છે તો બીજા નંબરની સૌથી મોટી માતૃભાષા બંગાળી છે. ત્યારબાદ મરાઠી અને તેલુગુએ ત્રીજું સ્થાન મેળવ્યું છે.

Advertisement

ભારતની કુલ ૨૨ ભાષાઓમાં સંસ્કૃત ખુબ જ ઓછી બોલાય છે. ફકત ૨૪,૮૨૧ લોકોએ પોતાની માતૃભાષા બોડો, મણીપુરી, કોન્કાની અને ડોન્ગ્રી દર્શાવી છે ત્યારે દેશમાં ૨.૬ લાખ લોકો અંગ્રેજીને પોતાની પહેલી ભાષા માને છે. જેમાંથી ૧.૦૬ લાખ લોકો મહારાષ્ટ્રના નોંધાયા છે. અંગ્રેજી બોલવામાં તમિલનાડુને બીજું સ્થાન મેળવ્યું છે અને ત્યારબાદ કર્ણાટકનો નંબર આવે છે. રાજસ્થાનમાં ભીલી અથવા ભીલોડી ભાષા બોલવામાં આવે છે અને ૨૯ લાખ લોકો ગોન્ડી ભાષા બોલે છે. પોતાની માતૃભાષા તરીકે બંગાળી નોંધાવનાર લોકોની સંખ્યા કુલ જનસંખ્યાના ૮.૩ ટકામાંથી ૮.૧૧ ટકા પહોંચી ચુકી છે તો મરાઠી બોલનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જોકે તેલુગુ માતૃભાષા ધરાવનારાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ઉદુ સાતમાં ક્રમે છે ત્યારે કુલ જનસંખ્યાના ૪.૭૪ ટકા લોકો ગુજરાતી ભાષા બોલે છે. ભારતમાં નોંધાયેલી ૨૨ ભાષાઓ કુલ જનસંખ્યાના ૯૬.૭૧ ટકા લોકો દ્વારા બોલવામાં આવે છે અને બાકીના ૩.૨૯ ટકાની માતૃભાષા ફેરવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.