Abtak Media Google News

ગોવાના ૩૬ વર્ષીય ક્રિકેટર અને ભારતીય વેપારી સિડની લેમોસને રોકાણકારોના પૈસા ડબલ કરવાની પોન્ઝી સ્કીમના આરોપને લઈ દુબઈ કોર્ટ દ્વારા ૫૦૦ વર્ષથી વધુની જેલની સજા આપવામાં આવી છે. લેમોસની સાથે તેના એકાઉન્ટન્ટ રેયાન ડી સોઝાની પણ અટકાયત કરવામાં આવી છે. લેમોસ અને રેયાનની પોન્ઝી સ્કીમમાં સંડોવણી હતી તે રોકાણકારોને ૨૫ હજાર ડોલરના રોકાણ પર ૧૨૦ ટકાનું વાર્ષિક રિટર્ન આપતા હોવાનું કહેતા બાદમાં દુબઈ ઈકોનોમી ડિપાર્ટમેન્ટ દ્વારા કંપની બંધ કરી દેવામાં આવી હતી. લેમોસની પત્નિ વેલેની કાર્ડોઝો વિરુઘ્ધ પણ સીલ કરેલી ઓફિસમાં ગેરકાયદેસર ઘુસીને દસ્તાવેજની ઉઠાંતરી કરવાના આરોપ છે. ૨૦૧૫માં લેમોસે પોતાની કંપની ફોરેક્ષ એન્ડ કોમોડિટીઝ શરૂ કરી હતી. જે ઈન્ડિયન સુપર લીગ ગોવાને સ્પોન્સર પણ કરતી હતી. લેમોનને હંમેશા આગળની સીટ મળતી માટે તે ક્રિકેટ જગત અને ફિલ્મી કલાકારોના સંપર્કમાં રહેતો તે મોટા નામ જેમ કે સચીન તેંડુલકર, અભિષેક બચ્ચન અને રણબીર કપુરને પણ ઓળખતો હતો. આ ઉપરાંત તે પ્રખ્યાત ફુટબોલ પ્લેયર ઝીકો, રોનાલ્ડીન્હોને પણ ઓળખતા તેઓ દુબઈના વિખ્યાત નાઈટ કલબના વીઆઈપી ‚મમાં મળ્યા હતા પણ બ્રાઝીલના સુપરસ્ટાર નેમાર દ્વારા તેની પત્નિ માટે બનાવેલો ૫ સેકનડનો વિડીયોએ વિવાદ કર્યો હતો. લેમોનની પત્ની વેલેનીએ જણાવ્યું હતું કે, લેમોન વિરુઘ્ધ ૫૧૩ કેસો દાખલ થયા છે. જેના સિકંજામાં દુબઈના અનેક રોકાણકારો ફસાયા છે.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.