ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ ના પ્રભાસપાટણ ના વિસ્તારમાં જાહેરમા જુગાર રમતા છ શકનીઓ ને ઝડપી પાડતી પોલીસ . જાણવા મળતી માહિતી મુજબ હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે જુગારીઓ માટે જુગારની જાણે મૌસમ આવી હોય તેમ જુગારધામ ચાલતા પોલીસ તંત્ર દ્વારા પર્દાફાશ કરવામા આવી રહેલ છે.
ત્યારે આજરોજ પ્રભાસ પાટણ ના પઠાણવાડા વિસ્તારમાં થી આરીફ મહંમદ બેલીમ, હારુન હસન મન્સુરી , અ.સતાર મહંમદ મુગલ , નૂર મહંમદ પંજા , તોશીત અ.મુગલ , સલીમ અહમદ મન્સુરી  એમ છ જેટલા જુગારીઓ  31,250  ની રોકડ તથા 24,500 ના મુદામાલ મળી કુલ 55,750 ના મુદામાલ સાથે રામદેવસિહ જાડેજા ની ફરીયાદના આધારે ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.