Abtak Media Google News

ગુજરાત રાજ્ય કાનુની સેવા સમિતિ તથા ગીર સોમના જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષ મુખ્ય ન્યાયાધિશ એ.ડી.મોગલના માર્ગદર્શન હેઠળ ઉના  કોર્ટ બિલ્ડીંગ ખાતે યોજાયેલ નેશનલ લોક અદાલતમાં પક્ષકારો વચ્ચે સમાધાની કુલ ૬૯૨ કેસોનો નિકાલ કરાયો હતો. મેગા લોક અદાલતનું અધિક જિલ્લા ન્યાયાધિશ પી.જે. ડાંગર તા અન્ય તમામ ન્યાયાધિશોએ દિપ પ્રાગટય કરી ઉદઘાટન કર્યુ હતુ.

આ લોક અદાલતમાં વીજ ચોરી, પ્રોહીબીશન, વાહન અકસ્માત, નેગોશીયેબલ સહિતના વિવિધ કેટેગરીના કુલ ૧૪૫૬ કેસ મુકાયા હતા તે પૈકી ૬૯૨ કેસોનો એક જ દિવસે પક્ષકારો વચ્ચે સમાધાની નિકાલ કરાયો હતો. તેમજ પ્રિ-લીટીગેશન તથા પોસ્ટ લીટીગેશનન સહિત એક કરોડી વધુની પીજીવીસીએલની રકમ વસુલ થઈ હતી. પુરગ્રસ્ત સ્થિતિની વચ્ચે પણ પક્ષકારો અને લાર્ભાીઓ બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.

આ મેગા લોક અદાલતમાં સીનીયર એડવોકેટ કે.ડી. દેસાઇ સહિત અન્ય ઉપસ્થિતિ એડવોકેટોએ લોક અદાલતના પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ કરવા લોકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ઉના બાર એસો.ના પ્રમુખ આર.એ. પરમાર તથા બાર એસો. ના હોદેદારો પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર તથા પક્ષકારો ઉપસ્થિતિ રહ્યા હતા. લોક અદાલતને સફળ બનાવવા કોર્ટ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન વકીલ એસ.વી.સાંખટે કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.