નોટ બદલીની ઇફેક્ટ

3.6 લાખ કરોડની સરખામણીમાં 2.5 લાખ કરોડ રૂપિયાની નોટો પરત આવી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા જઈ રહી છે. આ નોટ ચલણમાં રહેશે.  ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની બેંક નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. વર્ષ 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ લાવવામાં આવી હતી. હવે 2 હજાર રુપિયાની નવી ચલણી નોટ નહી છપાય. 30 સપ્ટેમ્બર સુધી આરબીઆઇ 2 હજારની ચલણી નોટ સ્વિકારશે.  આરબીઆઈ હવે 2 હજાર રુપિયાની નવી નોટ બહાર નહી પાડે.  હાલ બજારમાં જે 2 હાજરની નોટ છે તે માન્ય રહેશે. 30 સપ્ટેમ્બર સુધી બેન્કમાં 2 હજાર રુપિયાની નોટ બદલી શકાશે.

આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ લોકો 2000ની નોટ બેંકોમાં જમા કરાવી રહ્યા છે ત્યારે નોટ બદલીને ઇફેક્ટ વ્યાપક પ્રમાણમાં જોવા મળી છે કારણ કે 2,000 રૂપિયાની 70 ટકા નોટ બેંકોમાં જમા થઈ ચૂકી છે. 3.6 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટ બજારમાં ફરતી હતી જે પૈકી 2.5 લાખ કરોડ રૂપિયાની નોટ જમા થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે બાકી રહેતા દિવસોમાં લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે તેઓ પડેલી 2000 ની નોટો સમયસર બેંકોમાં જમા કરાવે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ અંગે હજુ કોઈ પણ ફરિયાદ આવી નથી જેથી લોકો સરળતા થીજ બેંકોમાં જમા કરાવી શકે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા જઈ રહી છે. જો કે, તે લીગલ ટેન્ડર બની રહેશે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.