Abtak Media Google News
  • વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ 1 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા સાથે ધમધમવા લાગ્યો

અદાણી ગ્રીન એનર્જી લિ.એ કચ્છના ખાવડામાં વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં 1 ગીગાવોટની ક્ષમતાએ વિજળીનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. આ સોલાર પ્લાન્ટ પાંચ પેરિસ સમાય જાય તેટલો મોટો છે. ઉપરાંત તેમાંથી દર વર્ષે 8100 કરોડ યુનિટ વીજળી પેદા કરી 1.6 કરોડ ઘરોની વીજળીની જરૂરિયાત પૂર્ણ કરી શકાય તેમ છે.

કંપનીએ 9478 મેગાવોટની કાર્યરત ક્ષમતા હાંસલ કરીને 2030 સુધીમાં 45,000 મેગાવોટનું નિર્ધારિત લક્ષ્ય રાખ્યું છે. કંપનીએ ખાવડામાં કામગીરી આરંભ્યાના 12 મહિનાથી ઓછા સમયમાં 1000 મેગાવોટનો પુરવઠો પૂરો પાડ્યો છે, જેમાં આશરે 2.4 મિલિયન સોલાર મોડ્યુલ ઇન્સ્ટોલ કરવાનુ કાર્ય સામેલ છે. આ ઝડપી કામગીરી 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ પેદા કરવાની ક્ષમતા હાંસલ કરવાના ભારતના ધ્યેય પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

કચ્છના ખાવડાની 538 ચોરસ કિલોમીટરની ઉજ્જડ જમીનમાં દુનિયાનો સૌથી વિશાળ 30 ગીગાવોટની ક્ષમતાનો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ પથરાયેલો છે, જે પેરિસના કદ કરતાં પાંચ ગણો છે. આ પ્રોજેક્ટ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને તે 15,200થી વધુ હરિત રોજગારનું સર્જન કરશે.

અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની તકનિકી નિપુણતા અને અદાણી ઇન્ફ્રાની પ્રકલ્પના સુચારુ અમલવારીની શ્રેષ્ઠતા, મજબૂત સપ્લાય ચેઇનનો લાભ ઉઠાવીને જેસલમેરમાં વિશ્વનું સૌથી મોટું અને ભારતનું સૌપ્રથમ પવન-સૌર હાઇબ્રિડ ક્લસ્ટરનું નિર્માણ અને તેનું સફળ સંચાલન કરવાની પ્રતિકૃતિ કરવા અદાણી ગ્રીન એનર્જી સજ્જ છે.કંપની ઊર્જા ઉત્પાદનમાં વધારો કરવા અને કચ્છમાં પાણીના સંચયમાં મદદ કરવાના ધ્યેય સાથે  સોલાર પેનલ ઉપર ધૂળના જમાવડાના પ્રશ્નના નિરાકરણ માટે સૌર ક્ષમતા માટે પાણી રહિત સફાઈ કરવા માટે રોબોટ્સ તૈનાત કરવા સંકલ્પબદ્ધ છે, જે કંપનીના જળ તટસ્થતાનાં લક્ષ્યોને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંક સાથે તાલ મિલાવવા સક્ષમ બનાવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વાર્ષિક 1.6 કરોડ ઘરોને પાવર આપવા માટે લગભગ 8,100 કરોડ યુનિટનું ઉત્પાદન કરવામાં આવશે અને ઉર્જા ઉત્પાદન બેલ્જિયમ, ચિલી, સ્વિટ્ઝર્લેન્ડ જેવા સમગ્ર દેશોને પાવર આપી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.