Abtak Media Google News
  • 1979થી વધુ ખેડૂતો કપાસ, ડુંગળી, જીરૂં, લસણ સહિતની જણસો વેંચવા લાવ્યા
  • .પરિણામે 84,584 મણ જેટલી આવક થતા જ્યા જુઓ ત્યા ખેત પેદાશોના જ દ્રશ્યો સર્જાયા હતા

 જામનગર ન્યૂઝ :  શિવરાત્રીની રજા બાદ  જામનગર યાર્ડ ફરી જણસોની આવકથી ઉભરાયું હતું. છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ આજે સૌથી વધુ જણસોની આવક નોંધાઇ હતી. આજે જામનગર યાર્ડમાં 1979 જેટલા ખેડૂતો પોતાની જણસો વેચવા માટે આવ્યા હતા. પરિણામે 84,584 મણ જેટલી આવક થતા જ્યા જુઓ ત્યા ખેત પેદાશોના જ દ્રશ્યો સર્જાયા હતા. જેમાં આજે કપાસના સૌથી સારા ભાવ મળતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા.Whatsapp Image 2024 03 11 At 13.18.17 C7188Ec9

જીરૂંની આ સિઝનની આજે રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી 580 ખેડૂતો જીરું વેચવા માટે આવતા 16,824 મણ જીરૂ ની આવક નોંધાઈ હતી અને જીરૂના ભાવ 3000 રૂપિયાથી લઈ રૂ.5,305 રૂપિયા જેવા રહ્યા હતા. ભાવમાં ઘટાડો યથાવત રહેતા ખેડૂતો નિરાશામાં સરી પડ્યા હતા. આજે યાર્ડમાં લસણની આવક 816 મણ આવક થઈ હતી.Whatsapp Image 2024 03 11 At 13.18.18 2A5Adbea 40 જેટલા ખેડૂતો આજે લસણનો પાક લઈને માર્કેટ યાર્ડ આવ્યા હતા. યાર્ડમાં ડુંગળીની આવક 3,566 મણ થઈ હતી. જ્યારે ડુંગળીનો ભાવ ખેડૂતોને માત્ર 80થી 385 રૂપિયા જ મળ્યો હતો.યાર્ડમાં સૌથી વધારે કપાસ અને જીરું પાકની આવક થઈ હતી. જ્યાં જુઓ ત્યાં કપાસના પાકના ઢગલા જોવા મળ્યા હતા. હાપા યાર્ડ સફેદ સોના સમાન કપાસથી ઉભરાયું હતું. આજે કપાસના ભાવમાં વધારો નોંધાયો છે. 1210 રૂપિયાથી 1675 રૂપિયાના ભાવે કપાસની હરાજી થઈ હતી. ગુજરાતભરમાંથી હાપા માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે ઠલવાતા અજમાની નિકાસમાં દેશભરમાં જામનગર અવ્વલ છે.Whatsapp Image 2024 03 11 At 13.18.17 20Aa6432

જામનગર માર્કેટિંગ યાર્ડમાં ઉંચા ભાવ મળવાને કારણે ગુજરાતભરમાંથી વેચાણ અર્થે હજારો કિવન્ટલ અજમાની આવક થાય છે. અજમાની માંગ ગલ્ફના દેશોમાં વધારે હોવાથી જામનગરમાંથી નિકાસ કરવામાં આવે છે. યાર્ડમાં આજે અજમાની આવક 1537 મણ થઈ છે. અજમાનો ભાવ ખેડૂતોને 2600થી 4000 રૂપિયા મળ્યો હતો.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.