Abtak Media Google News
  • પોલીસ કર્મચારીઓની સાથે ફલાઇંગ સ્કવોડ અને સર્વેલન્સ ટીમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકીંગ શરૂ

લોકસભા ચુંટણી આચારસંહિતા અનુસંધાને રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે અને મતદાન શાંતિપુર્ણ વાતાવરણમાં થાય તે સારૂ રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર દ્રારા પાંચ જીલ્લાઓમાં ગેરકાયદે રોકડ અને સોના-ચાંદીના વસ્તુઓની હેરફેર, ગેરકાયદે હથીયારોની હેરફેર તેમજ માદક પદાર્થોની હેરફેર અટકાવવા જીલ્લાઓના અગત્યના પોઇન્ટો ઉપર રાઉન્ડ ધી ક્લોક શંકાસ્પદ જણાતા વાહનોનુ ચેકીંગ કરવા માટે ચેકપોસ્ટ કાર્યરત ઉભી કરાઈ છે.

Advertisement

રાજકોટ રેંજના પાંચ જિલ્લા પૈકી દેવભુમી દ્રારકા જીલ્લામાં 15, જામનગર જીલ્લામાં 24, મોરબી જીલ્લામાં 17, રાજકોટ ગ્રામ્યમાં 22 અને સુરેન્દ્રનગર જીલ્લામાં 14 મળી કુલ 91 ચેકપોસ્ટો કાર્યરત છે. જેમાં અલગ અલગ પોલીસ કર્મચારીઓની ફાળવણી તેમજ ફલાઇંગ સ્કવોડ ટીમ (એફ.એસ.ટી.) તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમો (એસ.એસ.ટી.) દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે.

રાજકોટ રેન્જ હસ્તકના જીલ્લાઓમાં કાર્યરત કુલ 91 ચેક પોસ્ટ ઉપર 338 પોલીસ કર્મચારીઓ દ્રારા રાઉન્ડ ધી ક્લોક ચુંટણીલક્ષી શંકાસ્પદ વાહનોનુ ચેકીંગ કરવામાં આવી રહેલ છે. રાજકોટ રેન્જ હસ્તકના જીલ્લાઓમાં ફાળવવામાં આવેલ કુલ 79 (એફ.એસ.ટી.) ફલાઇંગ સ્કવોડ ટીમના 220 કર્મચારીઓ દ્રારા ટોલ ફ્રી નંબર ઉપર તેમજ પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી મળતી આચાર સંહિતા ભંગની ફરીયાદોના નિકાલની કામગીરી કરવામાં આવી રહેલ છે.

રાજકોટ રેન્જ હસ્તકના જીલ્લાઓમાં ફાળવવામાં આવેલ કુલ 89 (એસ.એસ.ટી.) સ્ટેટીક સર્વેલન્સ ટીમોના 226 કર્મચારીઓ દ્રારા મોટી રોકડ રકમની હેર-ફેર તથા સોના-ચાંદીની વસ્તુઓની હેર-ફેર રોકવા રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ રેન્જ હસ્તકના દેવભુમી દ્રારકા જીલ્લામાં 30, જામનગર જીલ્લામાં 96, મોરબી જીલ્લામાં 68, રાજકોટ જીલ્લામાં 88 અને સુરેન્દ્રનગર જીલ્લામાં 56 પોલીસ કર્મચારીઓ દ્રારા રાઉન્ડ ધી ક્લોક ચેક પોસ્ટ ઉપર લોકસભા ચુંટણી લક્ષી વાહનોનુ ચેકીંગ કરવાની કામગીરી ચાલુ છે.

રાજકોટ રેન્જ દ્વારા 7327 પરવાનાવાળા હથીયારો જમા લેવાયા

રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં લાયસન્સ વાળા હથીયાર જમાં લેવા માટે કાયદેસરની કાર્યવાહી ચાલુ હોય જેની વિગતો જોતા દેવભુમી દ્રારકા જીલ્લામાં 905, જામનગર જીલ્લામાં 1870, મોરબી જીલ્લામાં 1221, રાજકોટ ગ્રામ્યમાં 1212 અને સુરેન્દ્રનગર જીલ્લામાં 2872 મળી રાજકોટ રેન્જમાં કુલ 8080 હથીયાર પરવાનેદારો હોય જેઓના હથીયારો જમાં લેવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. રેન્જ હસ્તકના જીલ્લાઓમાં કુલ હથીયારો પૈકી હાલસુધીમાં કુલ 7327 લાયસન્સવાળા હથીયાર પરવાનેદારો પાસેથી હથીયાર જમાં લેવામાં આવેલ છે. કુલ હથીયારો પૈકી કુલ 9 હથીયાર પરવાનેદારોના હથીયારોનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃતિમાં ઉપયોગ થયેલો હોવાથી જપ્ત કરવામાં આવેલ છે.

રેન્જ હસ્તકના જીલ્લાઓમાં કુલ હથીયારો પૈકી કુલ 68 હથીયાર પરવાનેદારોના લાયસન્સ અલગ-અલગ કારણોસર જીલ્લા કલેકટર દ્રારા રદ્ કરવામાં આવેલ છે. 676 હથીયાર પરવાનેદારોને હથીયારો જમાં કરાવવામાંથી મુક્તિ મેળવેલ હોય તેઓને હથીયારો જમાં કરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. દેવભુમી દ્રારકા જીલ્લામાં 796, જામનગર જીલ્લામાં 1595, મોરબી જીલ્લામાં 1144, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં 1097 અને સુરેન્દ્રનગર જીલ્લામાં 2695 હથીયારો મળી રાજકોટ રેન્જમાંથી 7327 લાયસન્સ ધારક પરવાનેદારોના હથીયારો જમાં લઇ લેવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.