ધોરાજી ખાતે રમજાન માસ ની ઉજવણી ખુબજ ઉત્સાહ અને ઉમઁગ પૂર્વક કરાયેલ હતી બજારો માં ઈદ ની ખરીદી ને લઇ મોડી રાત્રી સુધી લોકો ની ચહલ પહલ રહી હતી

રમજાન ની અંતિમ પળો માં મુસ્લિમો બંદગી માં લિન બન્યા હતા રુસ્તમ મસ્જિદ ખાન મોહમ્મદ મસ્જિદ માં તથા શહેર ની અન્ય મસ્જિદો માં નમાઝ  એ શબીના ના કાર્યક્રમ યોજાયા હતા  અને શબીના ની નમાજ પઢવા આવનાર લોકો માટે ચા નાસ્તો તથા શાહી શહેરી નું ભવ્ય આયોજન કરેલ હતું રુસ્તમ મસ્જિદ ખાતે નમાઝ એ શબીના પૂર્ણ થયા પછી મુફ્તી નવાઝ સાહેબ એ અને ખાન મોહંમદ મસ્જિદ માં મોલાના મહેબૂબ આલમ સાહેબ નું બયાન થયું હતું.

ખાન મોહમ્મદ મસ્જિદ ખાતે હાફિઝ રીફાકત સાહેબ એ ખાસ દુઆ કરેલ હતી અને શબીના નું આયોજન કયામત સુધી થાય જેમાટે પણ  દુઆ કરેલ હતી ખાન મોહંમદ મસ્જિદ ખાતે જસને શબીના ને સફળ બનાવવા હાજી રઉફભાઇ પાનવાળા ઇમરાન ભાઈ પોઠીયાવાળા અમીનભાઈ રાયતા આસિફભાઇ  પોઠીયાવાળા એ જહેમત  ઉઠાવેલ હતી

આજ રોજ મુસ્લિમો ના રમજાન નું અંતિમ શુક્રવાર છે બપોરે હાફિઝ અવેશ  સાહેબ એ શાહી જામ એ મસ્જિદ ખાતે નમાઝ અદા કરાવેલ હતીઆજરોજ શુક્રવાર સંભવિત ચન્દ્ર દર્શન થશે તો શનિવારે મુસ્લિમ સમાઝ ઈદ ઉલ ફિત્ર મનાવશે અને ધોરાજી રસુલપરા ખાતે આવેલ ઈદ ગાહ પર ઈદ ની નમાઝ અદા થશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.