માણાવદર તાલુકાના સારંગપીપળી ગામે આવેલ વિનય મંદિર-સારંગપીપળી હાઈસ્કુલ શાળામાં ખેલ મહાકુંભ-૨૦૧૮ અંતર્ગત જિલ્લા કક્ષાની ભાઈઓ અને બહેનોની ખો-ખો સ્પર્ધા રંગારંગ યોજાઈ ગઈ.

આ સ્પર્ધામાં ભાઈઓ વિભાગમાં સારંગપીપળી હાઈસ્કુલ શાળાની અંડર-૧૭માં ટીમ પ્રથમ નંબરે, અંડર-૧૪ અને ઓપનમાં ત્રીજા નંબરે વિજેતા બની હતી. તેમજ બહેનો વિભાગમાં અંડર-૧૪માં મુળીયાસા પ્રા.શાળા પ્રથમ નંબરે અને અંડર-૧૭માં સારંગપીપળી શાળાની ટીમ પ્રથમ નંબરે તેમજ ઓપન વિભાગમાં ક્રિષ્ના ભેસાણ વિજેતા બની હતી. આ સ્પર્ધામાં રમત-ગમત અધિકારી દિહોરા, વ્યાયમ મંડળના પ્રમુખ, મનુભાઈ ડાંગર તેમજ કોલેજના પ્રિન્સીપાલ મૈતરા તેમજ માણાવદરના ઉધોગપતિ વિજયભાઈ ઝાટકીયા તેમજ ગોવિંદભાઈ જલુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય શીંગડીયાએ ટીમના ખેલાડીને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.