Abtak Media Google News

અગાઉ આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ લાન્સ નાયક વાણીનું હૃદય પરિવર્તન થતા સેનામાં જોડાયા; છ આતંકી ઠાર કરી શહીદી થયા

સોપીયામાં થયેલા આતંકવાદી હુમલામાં છ આતંકીઓના મોત થયા છે. જયારે સેનાનો એક જવાન શહીદ થયો છે. મહત્વનું છે કે શહીદી વ્હોરનાર લાન્સ નાયક નાઝીર અહેમદ વાણીનું હૃદય પરિવર્તન થતા તેરે રાષ્ટ્રના રક્ષણ માટે શહીદી વ્હોરી છે. ૩૮ વર્ષિય વાણી આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા આત્મસમર્પણ બાદ તેમણે સેનામાં જોડાવાની ઈચ્છા વ્યકત કરી હતી વારીને ૨૦ ઓગષ્ટ ૨૦૦૭માં સેના મેડલથી નવાજવામાં આવ્યા હતા. કાશ્મીરના કુલગામ તહેશીલના રહેવાસી હતા વાણી તેની પત્ની અને બે બાળકો સાથે સાસુમ્જી ગામમાં રહેતો હતો.

Advertisement

ઉલ્લેખનીય છે કે લાન્સ નાયક વાણીનું હૃદય પરિવર્તન થતા તેઓ ૨૦૦૪મા આર્મીમાં જોડાયો હતો તેની શહીદી બાદ તેનું સૈનિકની જેમજ સન્માન કરવામાં આવ્યું અને ૨૧ બંદૂકની સલામી આપવામાં આવી તેના મૃતદેહને નિરંગામાં લપેટી તેના ગામમાં તેના પરિવારને સુપરત કરવામાં આવ્યો.

આ અંગે વધુ જણાવતા આર્મી અધિકારી એ કહ્યું કે રાષ્ટ્રના રક્ષણ માટે શહીદી વ્હોરનાર લાન્સનાયક વાણીના બલીદાનને એળે નહી જવા દેવાય સેના દ્વારા તેને સન્માનીત પણ કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે અગાઉ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ૩૮ વર્ષિય લાન્સનાયક વાણીનું હૃદય પરિવર્તન થતા તેણે આતંકી પ્રવૃત્તિને અલવીદા કહી દીધું હતુ જોકે વાણીની શહીદી બાદ તેના પરિવારજનોમાં દુ:ખની લાગણી છે. બતાગુડ ગામ પાસે સોપિયામાં આતંકવાદીઓના હુમલામાં જવાબી કાર્યવાહીમાં લાન્સ નાયક વાણીને ગોળી વાગી હતી અને તેઓ ઘાયલ થયા હતા. હોસ્પિટલ પહોચતા જ તે શહીદ થઈ ગયા હતા તેઓ રાષ્ટ્રીય રાયફલ્સ બટાલીયન સાથે જોડાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.