મહારાષ્ટ્ર વિધાનસભાએ મરાઠા અનામત બિલને મંજૂરી આપી છે. જેમાં રાજ્યનાં 32.4%મરાઠાઓને 16% અનામત આપવામાં આવશે. રાજ્ય પછાત વર્ગ આયોગ(SBCC)એ મરાઠા સમુદાયને સામાજિક અને આર્થિક રીતે પછાત જાહેર કર્યો હતો. આ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 1 ડિસેમ્બર સુધી અનામત લાગુ કરવાના સંકેત આપ્યાં હતાં.

રાજ્યનાં નાણામંત્રી ચંદ્રકાન્ત પાટિલે બુધવારે કહ્યું કે, મરાઠા અનામત બિલ પસાર કરવા માટે વધુ સમયની જરૂર પડશે તો વિધાનસભાના સત્રનો સમયગાળો પણ વધારવામાં આવશે. એક્શન ટેકિંગ રિપોર્ટ અને મરાઠા બિલની ચર્ચા માટે પૂરતો સમય આપવામાં આવશે. આ ઉપરાંત પાટિલે વિધાન પરિષદમાં SBCCનાં રિપોર્ટને સંસદમાં મૂકવાની વિપક્ષની માંગણીનો જવાબ પણ આપ્યો હતો.

બિલમાં મરાઠા સમાજ માટે 16% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. અત્યાર સુધી વિપક્ષે સંસદમાં SBCCનો અહેવાલ રજૂ કરવાની માંગ કરી હોબાળો કર્યો હતો. પરંતુ આ માટે સરકાર તૈયાર ન હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.