Abtak Media Google News

આજે કિસાન સંમેલન માં રાજકોટ માં મુખ્યમંત્રીએ 96 અસરગ્રસ્ત તાલુકા ના 23.24 લાખ ખેડૂતો ને 40.32 લાખ હેક્ટર માટે અંદાજે 2285.59 કરોડ ની પાક નુકસાન ઇનપુટ સહાય ચુકવણી નો પ્રારંભ કરાવ્યો

રાજકોટ ના 8 તાલુકા ના 2.40 લાખ કિસાનો ને 191.19 કરોડ રૂપિયા પાક નુકસાની ઇનપુટ સહાય ચુકવાશે નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી આર સી ફળદુ સહિત રાજ્ય ના મંત્રીઓ ઉપસ્થિત

રાજ્યના ખેડૂતોના પાકને ભૂંડ નીલગાયથી થતા નુકસાનથી બચાવવા ખેતર ફરતે કાંટાળી તારની વાડની કિસાન હિતલક્ષી યોજના અંતર્ગત પણ સહાય ચુકવણી કરશે. વિજયભાઈ રૂપાણી 33000 લાભાર્થીઓ ને 26300 હેક્ટર વિસ્તાર માટે આવી વાડ બનાવવા 28.62 કરોડ સહાય આપી.

સૂક્ષ્મ સિંચાઇને પ્રોત્સાહન આપવા સહાયનું ધોરણ 70 ટકાથી વધારી 85 ટકા કરવામાં આવ્યું છે.10 લાખ થી વધુ કિસાનોએ ડ્રીપ ઇરીગેશન અપનાવી 17 લાખ થી વધુ હેક્ટર જેટલા વિક્રમી વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઇથી ખેતી કરી છે.

રાજ્યના ખેડૂતોની ઉપજની ટેકાના ભાવે ખરીદી અંતર્ગત રાજ્ય સરકારે બે વર્ષ માં 6840.22 કરોડના મૂલ્યની 14.98 લાખ મેં.ટન જથ્થો ટેકાના ભાવે ખરીદી 7.22 લાખ ખેડૂતો ને લાભ આપ્યો.

આ વર્ષે સરકારે અત્યાર સુધીમાં 793.45 કરોડની 1.58 લાખ મેં ટનથી વધુ મગફળી ટેકાના ભાવ ઉપરાંત 110 રૂપિયા વધારાનું બોનસ જાહેર કરી ખરીદી.79 હજાર કિસાનોને લાભ મળ્યો

કિસાન હિતલક્ષી નિર્ણય કરતી સંવેદનશીલ સરકાર ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના સહાય રકમ બમણી કરવામાં આવી છે .અકસ્માતે ખેડૂત ના મૃત્યુ ના કિસ્સામાં 1 લાખની સહાય 2 લાખ કરવામાં આવી છે કાયમી પંગુતા ના કિસ્સા માં 50 હજાર સહાય ના 1 લાખ કરવા માં આવ્યા છે.

આવી કુલ સહાય 3.85 કરોડ અકસ્માત વીમા સહાય રાજ્ય સરકારે અત્યાર સુધીમાં આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.