Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરની સાથે નકસલ પ્રભાવિત આઠ જિલ્લાના સૈનિકોને મળશે સરકારની જાહેરાતનો લાભ

કેન્દ્ર સરકાર દ્વારા દેશની સુરક્ષા સાથે જોડાયેલા સૈન્યના મનોબળને વધુ મજબૂત બનાવવાના આવકારદાયી પગલા સરકાર દ્વારા લેવાઈ રહ્યાં છે ત્યારે જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં તૈનાત સીઆરપીએફ જવાનોને વિનામુલ્યે હવાઈ મુસાફરીની સહાય આપ્યા બાદ ગૃહ મંત્રાલયે હવે નકસલી પ્રભાવિત જિલ્લાઓમાં ફરજ પર તૈનાત જવાનોના નોકરીના ભથ્થામાં વધારો કરવાની ખુબજ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જોખમ અને જહેમત ભથ્થા “રીસ્ક એન્ડ હાર્ડશીપ અલાઉન્સ આરએચએ સૈનિકોને આપવાની યોજનાનો અમલ શ‚ કરવામાં આવ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા પેરા મીલીટરી ફોર્સના જવાનોના ભથ્થામાં ૭૮ ટકા જેટલો વધારો નકકી કરવામાં આવ્યો છે. દેશમાં નકસલ પ્રભાવી અને જમ્મુ-કાશ્મીર જેવા રાજયોમાં નિયુકત સૈનિકો માટે સરકારે આરએચએ અલાઉન્સમાં વધારો કરવાનું પણ નકકી કર્યું છે.

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ દેશના ૧૦ નકસલ પ્રભાવી અને અલગતાવાદી ચળવળ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત સૈન્ય માટે વધુ પ્રોત્સાહિત કરવા એક વિશેષ માહોલ ઉભો કર્યો છે એ માટે સરકાર દ્વારા ભથ્થામાં વધારો કરવાનું પણ નકકી કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના જવાનોને મફત હવાઈ મુસાફરી ઉપહારમાં જમ્મુ-કાશ્મીરના ૧૦ જિલ્લાઓમાં જવાનોને મફત હવાઈ મુસાફરીની જેમ સીઆરપીએફના ૫૫૦૦૦ જવાનોને ૧૭૩૦૦ ‚પિયા પ્રતિ મહિને આપવામાં આવશે.

જવાનથી લઈ ઈન્સ્પેકટર સુધીની રેન્જના કર્મચારીઓને આ યોજનામાં આવરી લેવાયા છે. એવી જ રીતે ઈન્સ્પેકટરથી ઉપરના અધિકારીઓને અત્યારના ૧૬૯૦૦ના બદલે ૨૫૦૦૦ રૂપીયાનું ભથ્થુ આપવામાં આવશે. ત્યારે સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારને સેનાના જવાનોની જોખમી અને જહમેત ભરેલી ફરજ અંગે સમજ આવી છે. આતંકવાદ અને કાયદો તોડનાર તત્વોની સમસ્યા વચ્ચે જોખમી નોકરી કરનારા જવાનોનું મનોબળ મજબૂત કરવા માટે સરકારનું આ કદમ આવકારદાયી બન્યું છે.

ત્યારે સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર અને નકસલ પ્રભાવિત વિસ્તારમાં ફરજ બજાવતા જવાનોના ચહેરા પર હર્ષની લાગણી છવાઈ છે અને સરકારના આ નિર્ણયના કારણે સૈન્યમાં એક નવો જ મનોબળનો જાણે જન્મ થયો હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.