રાજય સરકારની સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીમાં ચેરમેન તરીકે શહેરના પૂર્વ મેયર અને શહેર ભાજપ કારોબારી સભ્ય રક્ષાબેન બોળીયા તથા મેમ્બર તરીકે મનીષભાઈ પટેલ, ભીમજીભાઈ પરસાણાની વરણી કરવામાં આવી છે ત્યારે શહેર ભાજપ એરપોર્ટ ટીમે આ વરણીને આવકારી છે. સામાજીક ન્યાય અને સશક્તિકરણ વિભાગ દ્વારા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીમાં બાળકોના મુળભૂત અધિકારો જેમ કે જીવન જીવવાનો અધિકાર, સંરક્ષણનો અધિકાર, વિકાસનો અધિકાર અને સહભાગીદારીતાનો અધિકાર જેવા મુદ્દાઓ આવરી લેવાય છે ત્યારે કાળજી અને રક્ષણની જ‚રીયાતવાળા બાળકો, કાયદાના સંપર્કમાં આવેલ કે આવતા બાળકોના જીવનમાં ઉજ્જવળ ભવિષ્ય આકાર પામે અને તેના ચારિત્રનું નિર્માણ થાય તે માટે સંકલિત બાળ સુરક્ષા અંતર્ગત ચાલતી યોજનાઓનો સમાવેશ થાય છે.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, મહિલા મોરચા પ્રભારી અંજલીબેન ‚પાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ અભિનંદન પાઠવ્યા હતા. રક્ષાબેન બોળીયાને તેમના મોબાઈલ નં.૯૦૮૨૯૯૯૯૯૭ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.