તમામ ૯ ખેડુતો પર પેપ્સીકો કંપની દ્વારા લગાવવામાં આવેલા કેસો પાછા ખેંચાયા

પેપ્સીકો ઈન્ડિયાએ ગુરુવારનાં રોજ ખેડુતો પર જે બટેટાની પેટન્ટને લઈ કેસ જે નોંધાવ્યા હતા તેને પાછા ખેંચી લીધા છે. કહેવાય છે કે, પેપ્સીકો ઈન્ડિયાએ ખેડુતો દ્વારા કંપનીના પેટન્ટનાં બટેટાનું ઉત્પાદન કરતું હોવાની સામે આ અંગેનાં કેસ કરવામાં આવ્યા હતા. જેમાં રાજય સરકારની મધ્યસ્થીનાં કારણે પેપ્સીકોએ કેસ પાછા ખેંચવા સમજુતી દાખવી હતી. બટેટાની વેરાયટીનું ઉત્પાદન જે ચાર ખેડુતો દ્વારા કરવામાં આવતું હતું તેના પર કંપનીએ દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે, બટેટાની વેરાયટી લેઈઝ ચીપ્સ માટે બનાવવામાં આવે છે.

એવી જ રીતે કંપનીએ એપ્રીલ માસમાં ૪ ખેડુતોની સાથે અન્ય ૫ ખેડુતો ઉપર પણ કેસ કર્યા હતા.સરકાર સાથે વાટાઘાટ કર્યા બાદ પેપ્સીકો કંપનીએ ખેડુતોએ લગાવવામાં આવેલા તમામ કેસોને પાછા ખેંચી લીધા છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર આ અંગેની ચર્ચામાં હિન્દુ નેશનલીસ્ટ ગૃહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ભારતીય જનતા પાર્ટીનાં નજીકનાં સાથીદારોએ કંપની સાથે વાટાઘાટો કરી હતી અને કંપનીને કેસો પાછા ખેંચવા માટે મજબુર પણ કરવામાં આવી હતી.

બટેટાની વેરાયટી વિશે વાત કરવામાં આવે તો આ બટેટામાં ભેજનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે જેથી બટેટાની ચીપ્સ સહિતનાં નાસ્તાઓ કે જે બટેટાનાં ઉપયોગથી બનતા હોય તે ખુબ જ સારી ગુણવતાયુકત હોય છે ત્યારે એપ્રીલ માસમાં જે અમદાવાદ કોર્ટમાં જે બટેટા ઉત્પાદનને લઈ કેસ દર્જ કરવામાં આવ્યો હતો તેમાં કંપનીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોર્ટ તમામ ૯ ખેડુતોને બટેટા ઉત્પાદન પર રોક મુકે. ભાજપ પક્ષની સાથોસાથ કોંગ્રેસ પણ પેપ્સીકો કંપની દ્વારા દર્જ કરવામાં આવેલા કેસો અંગે જાટકણી પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.