Abtak Media Google News

જમ્મુ કાશ્મીરના પુલવામાના દલીપોરા વિસ્તારમાં ગુરૂવારે સિક્યોરિટી ફોર્સે 3 આતંકીઓને ઠાર કર્યા છે. અથડામણમાં એક જવાન પણ શહીદ થઈ ગયા છે. એક જવાન સહિત બે લોકો ઘાયલ થયા છે. આતંકીઓ એક ઘરમાં છુપાયા હતા.

સુરક્ષાદળોએ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ રાષ્ટ્રીય રાયફલ્સ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને જમ્મુ કાશ્મીર પોલીસના વિશેષ અભિયાન દળે દલીપોરામાં અભિયાન શરૂ કર્યું હતું.કાર્યવાહી દરમિયાન સિક્યોરિટી ફોર્સે વિસ્તારમાંથી બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.