ગાંધીનગર ખાતે રાજ્યમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેકટસની સર્વગ્રાહી કામગીરી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરની સંપૂર્ણ કામગીરી આગામી 2021 ડિસેમ્બર પહેલાં પૂર્ણ કરી દેવાશે. રાજ્ય સરકારે આ પ્રોજેકટ હેતુસર જમીન સંપાદન સહિતની બાબતોમાં સહયોગ કર્યો છે અને હવે આ પ્રોજેકટ ઝડપથી પૂર્ણતા તરફ આગળ ધપી રહ્યો છે.

આ પ્રોજેકટનો પ્રથમ તબક્કો માર્ચ 2020 માં કાર્યરત થઇ જશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિશ્વ પ્રવાસન ધામ તરીકે વિકાસ થઇ રહ્યો છે ત્યારે વડોદરાથી કેવડીયાની રેલ્વે કનેકટીવીટી માટે રાજ્ય સરકારે જમીન સંપાદન અંગે તેમજ અન્ય સહયોગ આપ્યો છે. વડોદરામાં દેશની પ્રથમ રેલ્વે યુનિવર્સિટી માટે રાજ્ય સરકાર પ૦ ટકા રાહત ભાવે જમીન ફાળવશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.