Abtak Media Google News

દેશમાં તરલતા લાવવા, લોકોની ખરીદ શકિતમાં વધારો કરવા તથા લોંગ ટર્મ ફાયનાન્સ જેવા મુદાઓ પર સરકાર લઈ રહી છે અનેકવિધ પગલાઓ

નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની કે જેને દેશમાં ખુબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે ત્યારે તેની સામે વિલફુલ ડિફોલ્ટરોની સંખ્યામાં વધારો થતાની સાથે જ એનબીએફસી ક્ષેત્ર ઉપર સંકટનાં વાદળો છવાઈ ગયા છે ત્યારે બીજી તરફ તરલતાનાં અભાવે લોકોની ખરીદ શકિત પર ઘણી ખરી અસર પહોંચી છે. આ તકે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સુચવવામાં આવ્યું છે કે, જે કોઈ કંપનીની અસ્કયામત ૫૦૦ કરોડ કે તેનાથી વધુની હશે તો તેઓને નાદારી કાયદા હેઠળ આવરી લેવામાં આવશે. અનેકવિધ વખત ઓછા અસ્કયામત ધરાવતી કંપનીઓને નાદારી હેઠળ આવરી લેવામાં આવતી હતી પરંતુ તે હવે ન થતાં અને એનબીએફસી ક્ષેત્રને સહેજ પણ મુશ્કેલીનો કે સમસ્યાનો સામનો ન કરવો પડે તે હેતુથી રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એનબીએફસી કાયદામાં ૫૦૦ કરોડ કે તેથી વધુની મિલકત ધરાવતી કંપનીને આવરી લેવાનું સુચવ્યું હતું.

દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામને વિશેષ કરી માહિતી આપી હતી કે, જે રીતે કંપનીઓને નાદારીનાં કાયદા હેઠળ આવરી લેવામાં આવે છે તેવી જ રીતે હવે નાણાકીય સંસ્થાઓ માટે પણ નવા કાયદાનું ગઠન થશે તેવી વાત સામે આવી રહી છે ત્યારે વૈશ્ર્વિક સ્તર હાલ દેશની અર્થવ્યવસ્થા અત્યંત ડામાડોળ હોવાનાં કારણે સરકાર દ્વારા એવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે કે જે આગામી દિવસોમાં દેશ માટે અત્યંત મદદરૂપ સાબિત થાય. હાલ બજારમાં તરલતા ન હોવાથી લોકોની ખરીદ શકિતમાં પણ અનેકગણી અસર પહોંચી છે. તરલતાનાં અભાવે લોકોને જે સહાયરૂપી નાણા મળવા જોઈએ તે પણ ન મળતા દેશ પર આર્થિક સંકટનાં વાદળો ઘેરાયા છે ત્યારે હવે લોંગ ટર્મ ફાયનાન્સ મુદ્દા ઉપર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી આગામી દિવસોમાં દેશ અને લોકોને તેની માઠી અસરનો સામનો ન કરવો પડે તે હેતુથી હાલ મહત્વપૂર્ણ પગલાઓ લઈ રહ્યું છે. દેશની અર્થવ્યવસ્થાને ફરીથી જો બેઠી કરવી હોય તો નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીને ફરીથી બેઠી કરવી પડશે. કારણ કે અર્થવ્યવસ્થા માટે એનબીએફસી કંપની કરોડરજજુ સમાન છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 4

દેશમાં અનેકવિધ વિલફુલ ડિફોલ્ટરો લોકોનાં રૂપિયા ખંખેરી વિદેશ ચાલ્યા ગયા છે ત્યારે નાદારી કાયદા હેઠળ કંપનીનાં પ્રમોટરો નહીં પરંતુ કંપનીએ તેનું ભોગ બનવું પડતું હોય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ તમામ વિલફુલ ડિફોલ્ટરો ઉપર જાણે ગરીયો કસીયો હોય તેવું લાગી રહ્યું છે હવે કોઈપણ કંપનીનાં પ્રમોટરો કંપનીને નાદારીમાં ધકેલતા પહેલા તેમની જવાબદારી ફિકસ કરવામાં આવે જે પહેલા કંપની પર જ જવાબદારી હોવાનાં કાયદાઓ બન્યા હતા. સરકાર દ્વારા ગંભીરતાથી આ મુદ્દે ચર્ચા-વિચારણા કરી હવેથી કોર્પોરેટ કંપનીમાં ઈન્ડીવિઝયુઅલ આઈડેન્ટીને જવાબદાર ઠેરવવા માટે નીતિ-નિયમો બનાવવામાં આવશે જે દિશામાં હાલ પગલા લેવામાં આવી રહ્યા છે. કિંગ ફિશરનાં વિજય માલ્યા હોય કે જેટ એરવેઝનાં નરેશ ગોયલ હોય બંનેએ લોકોનાં રૂપિયા ખંખેરી પોતાનાં ખીસ્સા ભરી વિદેશ ચાલ્યા ગયા હતા અને કંપનીને નાદારી હેઠળ ધકેલી હતી. આ પ્રકારની ઘટના ઘટતાની સાથે જ તેની અસર દેશની અર્થવ્યવસ્થા ઉપર પડી હોવાનું સામે આવ્યું છે. હાલ ભારત દેશ જે રીતે આર્થિક મુશ્કેલી તથા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે તેમાં કયાંકને કયાંક વિલફુલ ડિફોલ્ટરોનો પણ ભાગ ભજવવામાં આવ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. આ તકે સરકાર ફરીથી નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીને બેઠી કરવા માટે અનેકવિધ નવતર પરીયોજનાઓ લઈને આવી રહી છે અને જે કોઈ કંપની નાદારી કાયદા હેઠળ આવશે તેઓને એક તક પણ આપવામાં આવશે જેથી તેમનો વ્યવસાય તથા તેમનો ધંધો બંધ ન થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.