Abtak Media Google News

પાંચ દિવસ પહેલાની ફરિયાદમાં તપાસ કરી પણ ત્યાં તો બધું સગેવગે થઈ ગયાની ચર્ચા :  તોલમાપ વિભાગ અને પુરવઠા અધિકારીની તપાસમાં કઈ હાથ ન લાગ્યું !

હળવદ શહેરમાં આવેલ પાટીદાર પેટ્રોલ પંપ પર થોડા દિવસ પહેલા બાઈક ચાલકને પ્રેટ્રોલ ઓછું આપી છેતરપિંડી કરી હોવાની બાઈકચાલકે લેખિતમાં હળવદ મામલતદાર અને હળવદ પોલીસ મથકે રજૂઆત કરી હતી જેથી આજે પુરવઠા અધિકારી અને તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા પેટ્રોલ પંપ પર  તપાસ હાથ ધરવામાં આવી હતી સાથે સાથે પંપ ચાલક દ્વારા મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું હતું

Advertisement

શહેરના માળીયા રોડ પર આવેલ માળીયા ચોકડી નજીકના પાટીદાર પેટ્રોલ પંપ પર હળવદના વિશાલભાઈએ તારીખ ૩૦/૧૧ના રોજ બાઈકમાં પેટ્રોલ પુરાવવા ગયા હતા પરંતુ પંપ ના કર્મચારી દ્વારા પ્રેટ્રોલ ઓછું આપ્યું હોવાનું વિશાલભાઈ એ હળવદ મામલતદાર અને પોલીસને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું

જેથી પુરવઠા અધિકારી અને તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા પાટીદાર પેટ્રોલ પંપ પર તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે ઘટનાને પાંચ દિવસ વિત્યા બાદ તપાસ કરાતા તોલમાપ વિભાગને ત્યાં કોઈ ક્ષતિ જણાઈ આવી ન હોવાનું સામે આવ્યું છે.ત્યારે આ અંગે વિશાલભાઈ મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મારી સાથે પંપ ચાલક દ્વારા આજથી પાંચ દિવસ પહેલા પુરા પૈસા લઈ ઓછું પેટ્રોલ આપ્યું હતું જેથી આ અંગે તે દિવસે જ રજૂઆત કરી હતી પરંતુ રજૂઆતના છેક પાંચમા દિવસે તપાસ થતાં અહીં કોઇ ગેરરીતિ ન થતું હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે અહીં સવાલ એ થાય છે કે વાહન ચાલક દ્વારા પાંચ દિવસ પહેલાં જે લેખિત ફરિયાદ આપવામાં આવી હતી ત્યારે કાર્યવાહી ન કરવામાં આવી અને પાંચ દિવસ બાદ જે તપાસ હાથ ધરાઈ તેથી  જગજાહેર વાત છે કે અહીં જે ચાલતું હતું એને બંધ કરી દેવા માટે આ લોકોને પુરા પાંચ દિવસનો સમય મળ્યો પછી થોડીપણ  ગેરરીતિ ઝડપાઇ નય.?

7537D2F3 4

તો બીજી તરફ પેટ્રોલ પંપ સંચાલક અલ્પેશભાઈ પટેલ અને પેટ્રોલ પંપમાં નોકરી કરતો શખ્સ મીડિયાકર્મીઓ પર ભડ્યા હતા અને કહેલ કે તમે જાણી જોઈને જ અમારા પંપને બદનામ કરો છો.?તમારાથી થાય તે કરી લેજો મારું કોઈ કઈ બગાડી ન શકે.?અને ઉધ્વતા પૂર્વક જવાબ આપ્યો હતો. અહીં સવાલ એ થાય કે આ બનાવમાં ગ્રાહકે પાંચ દિવસ પહેલા ફરિયાદ કરી હતી ત્યારે આજે છેક આ તપાસ કરી હતી.તપાસમાં આટલી ઢીલ શા માટે રખાઈ ?

શુ જવાબદારો સાથે તંત્રને સાંઠગાંઠ છે ? ફરિયાદ ઉઠ્યાની ગંધ આવતા પહેલેથી બધું સગેવગે કરી દેવાયું હોય તેવી શંકા છે જોકે પાંચ લીટર પેટ્રોલના વજનમાં કોઈ ગરબડ ન હોઈ શકે.પણ એક,બે લીટર એમ છૂટક રીતે આપતા પેટ્રોલમાં ધાલમેલ થાય છે.પણ તંત્રએ આ દિશામાં તપાસ જ ન કરી.માત્ર પાંચ લીટર પેટ્રોલના વજનને ચેક કર્યું હતું.એ તો પહેલેથી જ ઓકે હતું.જેમાં ગરબડ હતી,તેમાં તંત્રએ તપાસ કેમ ન કરી ? અને કઈ વાંધાજનક ન હોવાનું જણાવીને તપાસનું ફીડલું વાળી દીધું હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.