પાણીના ટાંકા પ્રા.શાળાના પ્રાંગણમાં હોય તંત્ર ઝડપી પગલા લે તેવી શિક્ષકો અને વિદ્યાર્થીઓની માંગ

પડધરી તાલુકાના થોરીયાળી ગામે ૨ પાણીના ટાંકા જર્જરિત હાલતમાં જોવા મળ્યા.  એમાં એક તો થોરીયાળી પ્રાથમિક શાળા ના પ્રાંગણમાં જ  છે. પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા અવારનવાર રજૂઆતો કર્યા હોવા છતાં આ ટાંકો હજી સુધી સમારવામાં આવ્યો

નથી કે પાડવામાં આવ્યો નથી. તો શું તંત્ર આ ટાકો પડે અને કોઇ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઇ રહ્યું છે ? તે એક મોટો સવાલ છે.  આ સ્થળની મુલાકાતે જિલ્લાના અધિકારીઓ પણ આવી ચૂક્યા છે પરંતુ હજુ સુધી કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.  થોરીયાળી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હજુ કેટલા દિવસ પોતાના જીવના જોખમે શિક્ષણ મેળવવા આવશે તે તો હવે તંત્રને જ ખબર.  આ શાળામાં  મધ્યાન ભોજન માટેનુ રસોડું  ના હોવાથી મધ્યાન ભોજન નો માલ સામાન  ઘરે રાખવો પડે છે  જો આ ટાંકા ને  પાડી ને ત્યાં મધ્યાહન ભોજન નું રસોડું કરી આપવામાં આવે તો શાળાને એકી સાથે ડબલ ફાયદો થશે. અને બીજો ટાંકો થોરીયાળી ગામ ના મેઈન રોડ પર આવેલો છે તે પણ સરપંચ અને ગ્રામવાસીઓ દ્વારા તંત્ર ને રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમાં પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. આ વાત ઉપર તંત્ર ઝડપથી પગલાં લે તેવી ગ્રામ લોકોની તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.