Abtak Media Google News

ઓલ આર ડી પરીક્ષાના પરિણામમાં થી માલધારીઓ નામ યાદીમાંથી બાકાત કરવાના મામલે સુરેન્દ્રનગર ખાતે માલધારી સમાજના ધરણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ તેમજ માયાભાઈ આહીર ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ એલઆરડીની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે ત્યારે આ પરીક્ષામાં ગીરગઢડા તેમજ પોરબંદર જિલ્લાના માલધારી સમાજના યુવાનોએ પરીક્ષા આપી હોવા છતાં પરીક્ષા ના નવા જાહેર થયેલ પરિણામમાં નોકરીથી વંચિત માલધારી સમાજના યુવકોની પસંદગીમાં યાદીમાંથી બાદબાકી કરતા રાજ્યભરના માલધારી સમાજ ભારે રોષ પ્રગટ્યો છે અત્યારે આ મામલામાં સુરેન્દ્રનગર જિલ્લાના માલધારી સમાજના યુવાનો તેમજ વડીલો અને આગેવાનો ધરણાનો કાર્યક્રમ આપી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ તેમજ માયાભાઈ આહીર આ ધારણાની છાવણીમાં જઈ અને મુલાકાત લઇ અને અન્યાય જે કરવામાં આવ્યો છે ત્યારે આ સમાજને સરકારમાંથી ન્યાય મળે એવી માંગ સાથે ધારણામાં જઈ અને દૂધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામબાપુ તેમજ માયાભાઈ આહિરે માંગણી કરવામાં આવી હતી ત્યારે માલધારી સમાજના અનેક આગેવાનો આ નિર્ણયને આવકાર્યો અને આગળનો કાર્યક્રમ ચાલુ રાખવા માટે જણાવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં માલધારી સમાજના સતીશ ગમારા તેમજ ભીમા ભાઈ લક્ષ્મણ ભાઈ ભરવાડ ગેલાભાઈ ગોપાલભાઈ ભરવાડ રણછોડભાઈ ભરવાડ બીપી નાનુભાઈ રબારી તેમજ રબારી ભરવાડ અને આહીર નદીના અનેક આગેવાનો ધરણાના કાર્યક્રમમાં જોડાઈ અને સરકારના તઘલખી નિર્ણયનો વિરોધ દર્શાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.