Abtak Media Google News

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ એલ એન્ડ ટી હજીરા ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે કુલ 51 જેટલી કે-9 વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક) રાષ્ટ્રને અર્પણ કરી છે.

Advertisement

 હજીરા સ્થિત એલ એન્ડ ટીએ ઓગષ્ટ-18માં નિર્માણ કરાયેલી કે-9 વજ્ર હોવિત્ઝર ટોપ જેવી વધુ 90 ગન આવનારા વર્ષોમાં તૈયાર કરીને રાષ્ટ્રને અર્પણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેના ભાગરૂપે તા.19મી જાન્યુઆરી 2019ના રોજ હજીરા એલ એન્ડ ટી ખાતે પ્રથમ વખત કોઇ પ્રાઇવેટ સેક્ટરમાં આર્મડ સિસ્ટમસ કોમ્પલેક્ષનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવામાં આવ્યું હતું. આજે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ એલ એન્ડ ટી હજીરા ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે કુલ 51 જેટલી કે-9 વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક)ને રાષ્ટ્રને અર્પણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.