Abtak Media Google News

ઓસ્ટ્રેલિયા નહીં પરંતુ ન્યુઝીલેન્ડનો વિકટ પ્રવાસનો ટી-૨૦થી પ્રારંભ

ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી જીત્યા બાદ નજીવા સમયમાં જ ભારતીય ટીમે ન્યુઝીલેન્ડનો વિકટ પ્રવાસ ખેડવા માટે નિકળી જવું પડયું હતું ત્યારે એવું લાગી રહ્યું છે કે હવે ક્રિકેટરો પેરાશુટ દ્વારા જ જાણે મેદાનમાં સીધા રમવા ઉતરશે. માનવામાં આવે છે કે, ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ ઓસ્ટ્રેલિયા કરતા પણ વિકેટ પ્રવાસ બની શકે છે. આંકડાકિય માહિતી પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડ ભારત સામે ટી-૨૦માં કુલ ૮ મેચ જીત્યું છે જયારે ભારત માત્ર ૩ મેચ જ જીતી શકયું છે. ગત વર્ષે ન્યુઝીલેન્ડ બે ટી-૨૦ અને ભારત એક ટી-૨૦ મેચ જ જીતી શકયું હોવાનું સામે આવ્યું છે. ક્રિકેટ ઈતિહાસમાં સૌથી શાંત ટીમ હોય તો તે ન્યુઝીલેન્ડ માનવામાં આવે છે ત્યારે ન્યુઝીલેન્ડનો પ્રવાસ ભારતીય ટીમ માટે અતિવિકટ બની રહેશે તેવું લાગે છે.

Advertisement

બપોરનાં ૧૨:૨૦થી ઓકલેન્ડ ખાતે પ્રથમ ટી-૨૦ મેચ રમાવવા જઈ રહ્યો છે ત્યારે ભારત ન્યુઝીલેન્ડ સામે ૫ ટી-૨૦ મેચ, ૩ વન-ડે અને ૨ ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભારતીય ટીમ જે એગ્રેશનથી ક્રિકેટ રમે છે તેનાથી વિપરિત રમત ન્યુઝીલેન્ડ રમી રહ્યું છે જેના કારણે ન્યુઝીલેન્ડ જે ટીમ સામે રમે છે તેમાં પરીણામ મુખ્યત્વે ન્યુઝીલેન્ડ તરફેણમાં જ આવતું હોય છે. હાલ ન્યુઝીલેન્ડ ટીમમાં પેશ બોલરોમાં ઘણીખરી ઈજાઓનાં પ્રશ્નો સામે આવ્યા છે ત્યારે હોમ કંડિશનનો ફાયદો ન્યુઝીલેન્ડ ટીમને મળી રહેશે. ભારતીય ટીમમાંથી શિખર ધવન ઈજાગ્રસ્ત તથા ટીમમાં સંજૂ સેમસનને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે ઓપનીંગ બેટસમેન માટે ન્યુઝીલેન્ડની વિકેટ કપરી બની રહે તેવું લાગી રહ્યું છે.

Admin 3

ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. વિરાટ કોહલીની ટીમ માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ ખરી કસોટી સાબિત થવાનો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ ટી૨૦ સાથે પાંચ ટી૨૦ મેચની શ્રેણીનો પ્રારંભ થશે. ઓકલેન્ડમાં રમાનારી પ્રથમ ટી૨૦નો પ્રારંભ ભારતીય સમય પ્રમાણે બપોરે ૧૨.૨૦ વાગ્યાથી થશે., ભારત માટે આ શ્રેણી ઘણી જ ઝડપી છે કેમ કે પાંચ દિવસ પહેલા જ ભારત ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે રમ્યું હતું. હવે ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ ખેલાડીઓને ત્યાંના વાતાવરણ સાથે સેટ થવા માટે પણ ઘણો ઓછો સમય મળ્યો છે. ટીમ મંગળવારે ઓકલેન્ડ પહોંચી હતી અને બુધવારે ટીમે આરામ કર્યો હતો. જ્યારે ગુરૂવારે પ્રથમ ટી૨૦ માટે પ્રેક્ટિસ કરી હતી.આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપ રમાવાનો છે તેવામાં ટીમ મેનેજમેન્ટ સતત નવા પ્રયોગો કરતું રહ્યું છે. આ શ્રેણીને પણ વર્લ્ડ કપની તૈયારી તરીકે જ લેવામાં આવી રહી છે. ભારત હાલમાં મુખ્ય ખેલાડીઓની ઈજાથી પરેશાન છે. ઓપનર શિખર ધવન, ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા, બોલર દીપક ચહર અને ભુવનેશ્વર કુમાર ઈજાના કારણે ઘણા સમયથી ટીમની બહાર છે. ઈજામુક્ત થયા બાદ ધવનને ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીમાં સામેલ કરાયો હતો પરંતુ અંતિમ વન-ડેમાં તે ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો.

ન્યૂઝીલેન્ડે ગત વર્ષે ટી૨૦ શ્રેણીમાં ભારતને ૨-૧થી પરાજય આપ્યો હતો. આ ઉપરાંત શ્રીલંકા પ્રવાસમાં પણ કિવિ ટીમ ૨-૧થી શ્રેણી જીતી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી પાંચ મેનચી શ્રેણી ૨-૨થી ડ્રો રહી હતી. શ્રેષ્ઠ પ્રદર્શન હોવા છતાં ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝીલેન્ડને ૩-૦થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને કેન વિલિયમ્સનની કેપ્ટનશિપ પર પણ સવાલો ઉઠ્યા છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડની ટીમમાં ટ્રેન્ટ બોલ્ટ, મેટ હેન્રી અને લોકી ફર્ગ્યુસન પણ નથી. આ ત્રણેય ખેલાડીઓ ઈજાના કારણે શ્રેણીમાં રમવાના નથી. તેથી ભારતીય ટીમ આ ખેલાડીઓની ગેરહાજરીનો લાભ કેવી રીતે ઉઠાવે છે તે જોવું રસપ્રદ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.