હજુ તો એક માસ પહેલા બનેલા રોડ ધોવાઈ જતા ભ્રષ્ટાચારની ગંધ

જેતપુર શહેરમાં એક માસ પેહલા બનાવેલ ડામર રોડનું વરસાદમાં ધોવાણ થતા નાગરિકોમાં ભારે ઉહાપો જોવા મળ્યો હોઈ તેમ અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો વાયરલ થયાં છે જાણવા મળતિ વિગત અનુસાર શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી પુરી થયા બાદ તાત્કાલિક શહેરમાં મુખ્ય રસ્તીઓ જેમાં બગીચા રોડ,તિન બતી,કણકીયા પ્લોટ, પાંચ પીપળા પીપળા રોડ  પર બનાવેલ ડામર રોડ પર મસમોટા ખાડા જોવા મળે છે.રાહદારીઓ અને વાહનચાલકો આ ખાડામાં અવાર નવાર પડતા જોવા મળે છે.

જો કરોડોના ખર્ચે બનાવેલ રોડની એક માસમાં જ આવી હાલત હોઈ તો આગળ જતાં સુ થશે એ એક પ્રશ્ન લોકોમાં ગૂંચવાઈ રહ્યો છે શહેરમાં ઠેક ઠેકાણે નવા ડામર રોડના ખાડા જોઈ અનેક તર્ક વિતર્ક સોશિઅલ મીડિયામાં વાયરલ થાય છે અનેક પ્રકારની રોડમાં થયેલ ભ્રષ્ટાચારની વાતો શેહેરના ખૂણે ખૂણે થઈ રહી છે તંત્ર તાકીદે આ રોડમાં થયેલ ભ્રષ્ટાચારની તાપસ કરવી કસૂરવાર સામે તાકીદે પગલાં લઇ આ રોડ કોન્ટ્રાક્ટર ફરીથી તેના ખર્ચે બનાવે તેવી લોક માંગ ઉઠી છે તેમજ કોન્ટ્રાક્ટરો પાસે કોણે કોરા

ડામર ની મલાઈ ખાધી   અને કોણે ડામર થી પોતાનુ પેટ   પૂજા કરી તેવા અનેક  આક્ષેપો સરકારીં તંત્ર ઉપર જખજ  મા કરવા મા આંવે     છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.