Abtak Media Google News

ગ્રુપ ચેટ એકસપીરીઅન્સને મેઈન એપમાં વધારવા ફેસબુકના પ્રયાસો

બધી ચીજ વસ્તુઓને ફેસબુક મેઈન એપમાં આવરવા ફેસબુકે ૧લી સપ્ટેમ્બરથી ફેસબુક ગ્રુપ એપ્લીકેશનને બંધ કરવાનું નકકી કર્યું છે એટલે કે ફેસબુક કંપની તેની મુખ્ય એપ્લીકેશનમાં ગ્રુપની કાર્યક્ષમતાને વધુને વધુ સારી બનાવવાના પ્રયાસો કરી રહી છે. જેનાથી યુઝર્સોને એક અલગથી ગ્રુપ એપની જ‚ર પડશે નહીં. તેઓ ફેસબુક કંપનીની મેઈન એપમાં જ ગ્રુપ ચેટ કરી શકશે.

Advertisement

જો કે, હાલ કંપનીએ સ્પષ્ટ કર્યું નથી કે તે કઈ રીતે મેઈન એપમાં ગ્રુપ એકસપીરીઅન્સને વધારશે. એન્ડ્રોઈડ પોલીસના અહેવાલમાં ફેસબુકે યુઝર્સોને કહ્યું કે, ફેસબુક ગ્રુપ એપ્લીકેશનનો ઉપયોગ કરવા માટે ફેસબુકના તમામ યુઝર્સોને થેન્કસ, પરંતુ આ ૧લી સપ્ટેમ્બરથી અમે ગ્રુપ એપને બંધ કરવા જઈ રહ્યા છીએ અને આ સાથે જ ગ્રુપ ચેટના એકસપીરીઅન્સને મેઈન આપમાં જોડીશું. આ સાથે ફેસબુકે યુઝર્સોને કહ્યું કે, ફેસબુક ગ્રુપ એપ્લીકેશન બંધ થાય છે તો તેમને ચિંતિત થવાની જ‚ર નથી કારણકે તેઓ મેઈન એપમાંથી તેમના ગ્રુપો સાથે સંકળાયેલા રહેશે. એક તરફ સારુ છે કે ફેસબુક તેની મેઈન એપમાં સુધારા-વધારા કરી યુઝર્સોને નવા ફીચર્સો પ્રદાન કરશે પરંતુ બીજી તરફ ગ્રુપો માઈગ્રેટ થશે અને આનાથી કોને ખબર છે કે માઈગ્રેટ થનારા ગ્રુપો અન્ય ગ્રુપો પર કેવી અસર પાડશે. જોકે હાલ ફેસબુક ગ્રુપ એપ્લીકેશન એન્ડ્રોઈડ અને આઈઓએસ એમ બંને ફોન પર ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.