Abtak Media Google News

સાત મહિના બાદ શરૂ થશે ટ્રેન સેવા

ઓખા મુંબઈ વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાની જાહેરાત થતા મુસાફરોમાં રાહત સાથે આનંદની લાગણી વ્યાપી છે. ઓખા મુંબઈ વચ્ચેની ટ્રેન સેવા માટે સોમવારથી રિઝર્વેશન શરૂ થશે. ઓખાથી મુંબઇ સેન્ટ્રલ ટ્રેન ૧૭ ઓક્ટોબરથી અને મુંબઇ સેન્ટ્રલથી ઓખા સુધી ૧૫ ઓક્ટોબરથી વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. સાત મહિના બાદ પુન: ટ્રેન શરૂ થતા મુસાફરોને રેલસફર પુન: મળતી થશે.

Advertisement

ઓખા – મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઇલ સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ઓખાથી દરરોજ ૧૭ ઓક્ટોમ્બરથી બપોરે ૧૩.૧૦ વાગ્યે ઉપડશે રાજકોટ તેજ દિવસે સાંજે ૧૭.૪૫ વાગ્યે અને બીજા દિવસે સવારે ૦૭.૧૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.આવી જ રીતે ટ્રેન નંબર ૦૨૯૪૫ મુંબઇ સેન્ટ્રલ-ઓખા સ્પેશિયલ ટ્રેન ૧૫ ઓક્ટોમ્બર દરરોજ રાત્રે ૨૧.૩૫ વાગ્યે મુંબઇ સેન્ટ્રલથી ઉપડશે.બીજે દિવસે સવારે ૧૦.૧૮ વાગ્યે રાજકોટ અને ઓખા સાંજે ૧૫.૩૫ વાગ્યે પહોંચશે.

ટ્રેનમાં ફર્સ્ટ એસી,સેક્ધડ એસી,થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ કોચ હશે. ઉપરોક્ત ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત રહેશે.જનરલ કોચમાં પણ આરક્ષણ રહેશે. કોરોના વૈશ્વિક રોગચાળાના આ યુગમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ નિયમોનું પાલન કરવું પડશે.મુસાફરોને ભારત સરકારના હેલ્થ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તેમની ટ્રેનના નિર્ધારિત સમયથી દોઢ કલાક પહેલાં સ્ટેશન પર પહોંચવાનું રહેશે. ટ્રેન નંબર ૦૨૯૪૬/૦૨૯૪૫નું બુકિંગ ૧૨ ઓક્ટોબરથી પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.