Abtak Media Google News

સુરતની સેવા સંસ્થા માનવ મંદિર આશ્રમે ખસેડાયા

તાજેતરમાં રાજકોટમાં બહાર આવેલા બે ભાઇ અને એક બહેન વર્ષોથી મકાનમાં ‘કેદ’ બની જીવન ગુજારતા હતા તેવો જ વધુ એક કિસ્સો  ધ્રોલમાં બહાર આવ્યો છે.

ધ્રોલમાં બહાર આવેલા કિસ્સામાં અંદાજે ૬૫ વર્ષની ઉમરના મહિલા કંચનબેન મગનભાઇ પીપળીયા છેલ્લા ર૦ વર્ષથી એક જ રૂમમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે. શેરીમાં આસપાસમાં જ રહેતા પાડોશીઓ તેમને ખાવાનું આપી જતા હતા. મહિલા અડધુ બારણુ ખોલીને જ ખાવા પીવાનું પાડોશી આપી જાય તે લઇ લેતા અને રૂમમાં જ જીવન ગુજારતા હોવાનું બહાર આવ્યું છે.

મહિલાએ લગ્ન કર્યા ન હતા અને એકલા જ જીવન ગુજારતા હતા. મહિલા મકાનમાં કેદ બની જીવન જીવતા હોવાની કોઇએ રાજકોટની સેવા સંસ્થા સાથે સેવા ગ્રુપના જલ્પાબેન પટેલને જાણ કરતા તા.પ ના રોજ જલ્પાબેને મહિલાના મકાને જઇ પાડોશીઓની મદદથી બહાર કાઢયા હતા. મહિલાની હાલત જોઇ સૌ કોઇ અચંબિત બની ગયા હતા. મહિલા છેલ્લા ર૦ વર્ષથી એક જ રૂમમાં રહેતા હતા. અને વાળ પણ આઠ ફુટ જેટલા લાંબા થઇ ગયા હતા. મહિલાને બહાર કાઢી આસપાસના પાડોશીએ ગરમ પાણી આપતા નવડાવી વછાળ કપાવી નવા કપડા પહેરાવ્યા હતા. તેમના સગા સ્નેહીઓ શોધખોળ કરતા તેમના ભત્રીજાની ભાઇ મળી હતી. ભત્રીજા મોરબી હોવાનું બહાર આવ્યા પુછપરછ કરાઇ હતી. ભત્રીજાએ મહિલાની જરૂર ન હોવાનું જણાવતા મહિલાને ત્રણ સમય ખાવા પીવાનું મળે અને જરુરી સમયે દવા સારવાર કરી શકાય એ માટે સુરત સ્થિત માનવ મંદિર આશ્રમ ખાતે મૂકવામાં આવ્યા છે. પાડોશીઓમાં ચર્ચાતી વિગતો મુજબ મહિલા પાસે ત્રણ મકાન તથા ૬૦ તોલા જેટલું સોનું પણ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.