Abtak Media Google News

કોરોના વાયરસના વધતાં જતાં કહેર સામે નિયમોનું પાલન કરવું અતિજરૂરી છે. જેનાથી કોઈ ઈનકાર કરી શકે નહીં. પણ બેખૌફ લોકોની બેવકૂફીના કારણે નિયમોનો સરેઆમ ઉલાળિયો થઈ રહ્યો છે. તો બીજી તરફ નિયમોનું કડકપણે પાલન કરાવવા વહીવટી અને પોલીસ તંત્ર ઊંધે માથે થયું છે. ક્યાંક સમજાવી બુજાવી ગાઈડલાઈનનો અમલ કરાવાઈ રહ્યો છે તો ઘણી જગ્યાએ પોલીસ નિયમોના નામે દમન ગુજરાતી હોવાના પણ બનાવ સામે આવ્યા છે. આવો જ વધુ એક બનાવ અમરેલી જિલ્લાના ચલાલામાં સામે આવ્યો છે. જેમાં ચલાલાના પીએસઆઈ બી.વી. પંડ્યા એક ટ્રક ચાલકને માસ્ક ન પહેરવાની ઢોરમાર સજા આપી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે.

પીએસઆઈની આ દાદાગીરી ભર્યો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષ ફેલાયો છે તો આ પીએસઆઈ પંડ્યા પોતે દારૂ પીધેલી હાલતમાં હોય સામાન્ય લોકોને કનડગત કરતા હોવાનો આરોપ મૂકાયો છે. આ વીડિયો વાયરલ થતા લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે,

શું માસ્ક નો પહેરવાની માર મારવાની જોગવાઇ છે ? જાહેરમાં દારૂ વહેચાય છે એને કેમ કાય કહેવાતું નથી ? સાહેબ પોતે ડ્રીંક કરી ગામમાં વેપારીઓને મારે છે એ અંગે પણ અરજી થઈ છે. અરજી કરનાર ભીમનાથ મહાદેવ મંદિરના પૂજારી રાજુભાઈનું કહેવું છે કે તેની દુકાન રાતે 11 કલાકે ખુલી હતી તો સાહેબ પોતે દારૂ પીધેલી હાલતમાં હતા અને તેની પર લાઠી ચાર્જ કરેલ. ત્યારબાદ અમરેલી રોડ ઉપર આવેલ ઇન્ડિયન ઓઇલના પેટ્રોલપંપ ઉપર જઈ ત્યાંના માણસોને પણ મારી પંપ બંધ કરાવ્યો હતો.

પીએસઆઈ પંડ્યાની આ રીતની હિટલર શાહી સામે લોકોમાં ભારે રોષ ભભૂકયો છે. ગરીબ માણસો કે નાના મધ્યમ વર્ગના માણસો ઉપર રોફ જમાવી પોતાની જાતને દબંગ સમજવાવાળા અધિકારીઓ સામે અમરેલી એસપી અને ગૃહ વિભાગ પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.