Abtak Media Google News

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો બીજો તબબકો પૂર્ણ થઈ ગયો છે. બીજી લહેરમાં જે સમસ્યા સર્જાણી હતી, તે ખુબ દુઃખદાયી હતી. તબીબોના કહેવા મુજબ કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. ત્રીજી લહેર આવે તે પહેલા જ ગુજરાત સરકારે ‘પાણી પહેલા પાળ બાંધવી’ કહેવતને અનુસરી કાર્યો હાથ ધર્યા છે. જેથી કરીને આવનારા ખતરા સામે આપણે પહેલેથી જ સુરક્ષિત રહીયે.

ગુજરાત સરકાર કોરોનાની ત્રીજી લહેરને લઈ એક્સન મોડમાં જોવા મળી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય કમિશનર દ્વારા ત્રીજી લહેર સામે રક્ષણ મેળવા ઘણા બધા નિવેદનો આપવામાં આવ્યા છે. બીજી લહેરમાં જે પરિસ્થિતિ સર્જાય હતી, તેવી પરિસ્થિતિ ત્રીજી લહેર આવશે તો નહીં સર્જાય તે બાબતે રાજ્ય સરકારે ખાતરી આપી છે.

ત્રીજી લહેરને લઈ રાજ્ય સરકારનો એક્સન પ્લાન

1) ત્રીજી લહેરને લઇને રાજ્ય સરકારે એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં ટેસ્ટિંગ, ઓક્સિજનથી માંડીને હોસ્પિટલ વ્યવસ્થા સુધી આયોજન કરવામાં આવ્યું છે.

2) 2 કરોડથી વધુ નાગરિકોનું રસીકરણ પૂર્ણ, આવનારા સમયમાં રોજના 4થી 5 લાખ નાગરિકોને રસી આપવાનું આયોજન

3) ફરી કોરોના કેસ વધશે તો તેની સામે તંત્ર સજ્જ

4) ગુજરાત પ્રથમ રાજ્ય કે જ્યાં ત્રીજી લહેરની આગોતરી તૈયારી શરૂ થઈ

5) કોરોનાની બંને લહેરમાં જે ખામી રહી ગઇ હતી, તેને દૂર કરવામાં આવી છે

6) સંભવિત ત્રીજી લહેરમાં 4 હજાર વિશેષ તબીબો, 10 હજાર જેટલા MBBS ડોક્ટર્સ અને ઇન્ટર્ન સેવામાં રહેશે. મેડિકલ અને પેરા મેડિકલની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે

7) અગાઉ દૈનિક 1,150 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત હતી. જે વધારીને 1,850 મેટ્રિક ટનનું આયોજન કર્યું

8) બીજી લહેરમાં કોરોનાની સારવાર 1800 હોસ્પિટલમાં થતી હતી, જે વધારીને 2400ની કરવામાં આવશે, અને 30,000 જેટલા ICU બેડ તૈયાર કરવામાં આવશે

9) ઓક્સિજન બેડની સંખ્યા 61 હજાર હતી, જે ત્રીજી લહેર સામે લડવા 1 લાખ 10 હજાર કરાશે

10) હવે કોરોના કેસ વધે તો દરેક દર્દીને ઘરની નજીક જ બેડ મળી રહશે.

11) રાજ્યના પાટનગર અને જિલ્લા કક્ષાએ રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ શરૂ કરી રસીકરણથી લઈને દવા અને વધારાના વેન્ટિલેટરની સુવિધાઓ ઉભી કરી લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.