Abtak Media Google News

મેષ રાશીફળ – આ રાશિના લોકોએ તળેલી અને બહારની વસ્તુ ખાવાથી બચવું નહિતર આજે સ્વાસ્થ્ય બગડી શકે . આજના દિવસ દરમિયાન ભાગીદારી અને ચાલાકીભરેલી આર્થિક યોજનામાં રોકાણ ન કરવું. આજે તમારું બાળક અભ્યાસની બાબતમાં તમને નિરાશ કરી શકે છે. વિવાદાસ્પદ મુદ્દાઓ ઉઠાવવાથી બચવું, નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. તમે કોઈ પણ નિર્ણય લો તો પરિવાર સાથે શેર કરો, ફાયદો અવશ્ય થશે. કામ પ્રત્યે નિષ્ઠાથી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. આજે કોઈ મોટી ભૂલ થવાની સંભાવના છે, જે જીવન માટે ખરાબ સાબિત થઈ શકે છે, તેથી દરેક નિર્ણય સાવધાનીથી લેવા.

વૃષભ રાશીફળ – આજનો ભાગ-દોડવાળો દિવસ તમારા મગજને ખરાબ કરી શકે છે, તેથી મનને શાંતિ રાખવું. તમારી હકારાત્મક વિચારવાની વૃતિ કોઈ નવો વિચાર આર્થિક રીતે ફાયદો કરાવી શકે છે . આજે વિવાદ, મતભેદ, કોઈની ભૂલને નજરઅંદાજ કરો. કાર્યસ્થળ પર કામનું દબાણ વધારે રહી શકે છે પરંતુ સ્ટાફની મદદથી બધુ જ પૂરું થઈ જશે. મિજાજ પર કાબુ રાખવો, અને બોલવામાં મર્યાદા રાખવી, નહીં તો તમારું બોલેલું એક વાક્ય મોટુ નુકશાન કરાવી શકે છે. જીવનસાથી સાથે નાની-નાની વાતમાં વિવાદ પેદા થઈ શકે છે, તેથી જીભ પર લગામ રાખવી.

મિથુન રાશીફળ – આ રાશિના જાતકોનું મન શાંતઅને તણાવ રહિત રહેશે. આજે ચિંતામુક્ત થઈ ખુશીથી દિવસ પસાર કરશો. નવી વસ્તુ શીખવાની તમારી આદત તમને યોગ્ય મનોબળ પુરૂ પાડશે અને આગળ વધવાના રસ્તાઓ દેખાડશે. જીવનસાથી વાદ વિવાદથી દુર રહેવું, બોલવમાં કોઈ ભૂલ થવાની સંભાવના છે જે સબંધમાં કડવાશ ઉભી કરી શકે છે. આજનો દિવસ તમારી ધૈર્યતાની પરિક્ષા લેશે તેથી ધીરજ રાખીને તમામ કર્યોને પાર પાડવા, ભવિષ્યની યોજના બનાવવા માટે સારો દિવસ છે.

કર્ક રાશીફળ – આજે બાળકો સાથે વિતાવેલો સમય ખુશી આપશે. ખર્ચામાં વધારો થશે, પરંતુ સાથે આવક સારી રહેતા આર્થિક સંતુલન જળવાઈ રહેશે. નોકરી બદલવા માટે આજનો દિવસ મદદગાર સાબિત થશે. આજે તમારી વર્તમાન નોકરી છોડી કોઈ નવા ક્ષેત્રમાં જેમ કે માર્કેટિંગમાં જઈ શકો છો, જે તમારા ભવિષ્ય માટે સારું રહેશે. છુપાયેલા દુશ્મનો અફવાહ ફેલાવી શકે છે, જેના કારણે ઘર સંસારમાં મુશ્કેલી વધી શકે છે, તેથી સાવધાન રહેવું.

સિંહ રાશીફળ – આજના દિવસ દરમિયાન ઉધાર માંગતા લોકને નજરઅંદાજ કરવા. આજે તમારી સાથે રહેતા લોકો તમારાથી નારાજ રહી શકે છે. કાર્યસ્થળ પર બોસ દેવદૂત જેવો વ્યવહાર કરી શકે છે. આજે તમને જે કામ આપવામાં આવે તે તેમની આશા કરતા વધારે ફાયદો પહોંચાડી તેવું કરી શકો છો. આજે તમને તમારા જીવનસાથીની સારી એવી કદર થશે.

કન્યા રાશીફળ – આજે સકારાત્મક ભાવનાઓ માટે ખુદને પ્રોત્સાહિત કરો. એક વખત આ ગુણ તમારી અંદર આવી જશે તો, ગમે તેવી મુશેકેલીમાંથી બહાર આવી જશો. ખોટા ખર્ચાઓ કરવાથી બચવું નહિતર તમારો આખા માહિનાનું બજેટ વિખાય શકે છે. પરિવારના સભ્યો અને જીવનસાથી તણાવનું કારણ બની શકે છે તેથી તેમણે લાઇટલી લો. રચનાત્મક કામમાં લાગેલા લોકો માટે ફાયદાકારક દિવસ છે. આ રાશિના જાતકો આજે કાર્યસ્થળ પર આળસ અનુભવી શકે છે. છુપાયેલા દુશ્મનોની તમારા પર નજર છે અને ષડયંત્રમાં પણ ફસાવા શકે છે તેથી સાવધાની રાખવી.

તુલા રાશીફળ – તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. આજના દિવસ દરમિયાન રોકાણ કરવાથી બચવું નુકસાનીમાં ફસાઈ શકો છો. મિત્રો સાથે ખુશીની પળ વિતાવવી મુશ્કેલી બધી જ દૂર થશે. આ રાશિના વ્યાપારીઓ માટે આજનો દિવસ શુભ છે. વ્યવસાય માટે કરવામાં આવેલી યાત્રા સકારાત્મક પરિણામ આપશે. વૈવાહિક જીવન માટે આજનો દિવસ સારો છે. એક તરફો પ્રેમ માત્ર દિલ તોડવાનું કામ કરી શકે છે.

વૃશ્ચિક રાશીફળ – સામાજિક કાર્યો કરતા તમારી તબીયતનું વધારે ધ્યાન આપવું. નાણાકીય અસ્થિરતા તમને તણાવ આપી શકે છે પરંતુ ધીરજ અને સકારાત્મક વલણ રાખવાથી સારા પરિણામ મળી શકે છે . આજના દિવસે ભાગીદારીવાળો વ્યવસાય કરવાથી બચવું. તમારી ઉર્જા બીજા લોકોની મદદ કરવામાં વાપરો. કરિયાણાની ખરીદદારીને લઈ જીવનસાથી સાથે તકરાર થવાની સંભાવના છે. પરિવાર માટે ખર્ચ થઈ શકે છે.

ધન રાશીફળ – કોઈ મિત્ર સાથે ગલતફેમી ઉભી થઈ શકે છે. આજના દિવસ દરમિયાન નવા આર્થિક કરાર સકારાત્મક રહેશે અને આર્થિક લાભ થઈ શકે છે. આજે પૂરા પરિવારને ખુશી થાય તેવો સંદેશ મળી શકે છે. ભાગીદાર તમારા વિચારોથી ખુશ રહેશે. જીવનસાથી સાથે દિવસ મધુર રહેશે. કાર્યસ્થળ પર દિવસ સારો રહેશે.

મકર રાશીફળ – આજે તમારી તબીયત સારી રહેશે. આજે સારા પૈસા બનાવી શકો છો, પરંતુ તે હાથમાંથી સરકી ન જાય તેનું ધ્યાન રાખવું. આજે તમારો તણાવ મિત્રો સાથે રહેવાથી દુર થશે. વ્યવસાયીક કામમાં ભાગીદારનો સારો સાથ સહકાર મળી રહે. આજે ભવિષ્ય માટે કોઈ યોજના બનાવવા માટે સારો દિવસ છે.

કુંભ રાશીફળ – કઈ પણ નવું કરવાની કોઈ ઉંમર નથી હોતી, આ વાત હમેશા યાદ રાખવી. આજે તમારૂ દિમાગ તેજ રહેશે. સંબંધીઓ તમારા ઉદાર સ્વભાવનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે તેથી સાવધની રાખવી નહિતર ઠગાઈ થઈ શકે છે. મહત્વપૂર્ણ કરાર સમયે કોઈના દબાણમાં ન આવવું, સમજી વિચારીને નિર્ણય લેવો. જીવનસાથી સાથે મજાનો દિવસ.

મીન રાશીફળ – આ રાશિના જાતકોએ ખુશનુમા દિવસ માટે માનસિક તણાવથી દુર રાખો. ખર્ચમાં વધારો થવાથી માનસિક શાંતી ભંગ થઈ શકે છે. આજે ઘરમાં સંબંધીઓની દખલ- અંદાજીના કારણે પણ તણાવ રહી શકે છે. મિત્રો સાથે મોજ-મસ્તી કરવાથી તણાવથી દુર રહી શકશો. આજે ઉતાવળમાં કોઈ નિર્ણયો ન કરવા. ભવિષ્ય માટે નવી યોજનાઓના દ્વાર ખુલી શકે છે. તમારી પ્રતિષ્ઠાને નુકશાન થાય તેવું કોઈ કાર્ય ન કરવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.