Abtak Media Google News

સોને કી ચીડિયા નો દેશ એટલે કે આર્થિક રીતે ભારતની સધરતા આદિકાળથી વખણાતી આવે છે મધ્ય યુગમાં પણ ભારતની સમૃદ્ધિનો લાભ લેવા વિશ્વના પ્રવાસીઓ અને વેપારીઓ નિ મિત ભારતભૂમિ તરફ મંડાતી હતી કોલંબસ એ પણ ભારતની શોધ માટે દરિયો ખેડ્યો હતો ,એ વાત અલગ છે કે તે ભારત સુધી પહોંચી શક્યા ન હતા મુઘલ શાસન માં પણ ભારતમાં  સુવર્ણ યુગ આવ્યું હતું આજે પણ ભારત ની સમૃદ્ધિ અને મજબૂત અર્થવ્યવસ્થા અને પડકારજનક પરિસ્થિતિમાં કડક ઉભી છે.

અઘરૂ છે પણ અશક્ય નથી વિસંગત પરિસ્થિતિ અને પડકારોનો સામનો કરવાની તૈયારી હશે તો આગામી સમય આપણો હશે

ગરીબી અને બિમારી આજના યુગ મા દુનિયા માટે એક મોટો યક્ષ પ્રશ્ન બની ગયો છે ત્યારે ભારત જો આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિ ધરાવે તો આગામી 50 વર્ષમાં જ દેશ સંપૂર્ણપણે ગરીબી અને બીમારીમાંથી મુક્ત બની જશે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ગુવાહાટી ખાતે યોજા એલા 23 માં વાર્ષિક મહોત્સવમાં ઇન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિએ તેવો આત્મવિશ્વાસ વ્યકત કરીને ભારતની સમૃદ્ધિ અંગે આગાહી કરી હતી કે જો પ્રબળ ઈચ્છાશક્તિ અને પડકારોને ગણત્રી પૂર્વક સામનો કરી આગળ વધશો તો આગામી પાંચ વર્ષમાં ભારત સંપૂર્ણપણે ગરીબી અને બીમારીથી મુક્ત થઈ શકશે તેમણે જણાવ્યું હતું કે મને આશા છે કે આજથી આગામી 50 વર્ષમાં આપણો દેશ આત્મનિર્ભર અને સદર બનવાની દિશામાં અવશ્યપણે સફળતા મેળવશે મને વિશ્વાસ છે કે ભારતમાં જો પ્રબળ ઈચ્છાશક્તિ હશે અને ગરીબી સંલગ્ન સમસ્યાઓના પડકારો ને ગણતરીપૂર્વક હલ કરવામાં આવે તો દેશ ગરીબી અને બીમારીમાંથી સંપૂર્ણપણે આઝાદ થઈ જશે.

Image 1

તેમણે જણાવ્યું હતું કે ભારત 21મી સદી મા વિજ્ઞાન ટેકનોલોજી કૃષિ અને અનેક ક્ષેત્રોમાં આગેકૂચ કરીને એક મજબૂત અર્થતંત્રના રૂપમાં ઉભરી આવ્યું છે જો આ અને આ રીતે આત્મવિશ્વાસથી પ્રગતિ ચાલુ રહી તો એ દિવસો દૂર નથી કે ભારતમાંથી ગરીબી અને માંદગી સંપૂર્ણપણે દૂર થશે આ ભારતમાં જ શક્ય છે કારણકે અહીં વિજ્ઞાન અને ટેકનોલોજી અને દવા બનાવતી કંપનીઓ માટે શું શાસન પ્રદાન કરતી સરકાર સંપૂર્ણપણે સન્માનજનક રીતે એક સારું વાતાવરણ ઊભું કરવામાં સફળ થઇ છે.

દરેક લોકો પોતાની પ્રતિબદ્ધતા થી કામ કરતા રહેશે તો ભારત સંપૂર્ણપણે ગરીબી અને બીમારીથી મુક્ત બની જશેભારતના આર્થિક વિકાસ અંગેના એક અભ્યાસમાં પણ આ વાત અનેકવાર ઉજાગર થવા પામી છે આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા શશિં ષયય ના પ્રેસિડેન્ટ એ જણાવ્યું હતું કે ભારતમાં અર્થતંત્રના સર્વાંગી વિકાસ માટેનું એક સારું વાતાવરણ છે ગુવાહાટી ના રાજ્યપાલ ડોક્ટર રાજીવ રાજુભાઈ મોદીએ 1336 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી સોનુ પકવે તેવી ફળદ્રુપ જમીનો અને ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પદ્ધતિસરના આયોજનને લઇને દેશમાંથી ગરીબી અને માંદગી ને જાકારો આપવા માટે માત્ર ને માત્ર ઇચ્છા શક્તિ ની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.