Abtak Media Google News

અકસ્માતો અટકાવવા રેલમંત્રીનો આદેશ: પડતર પ્રશ્ર્નોનો ઉકેલ

રેલ અકસ્માતનો જાણે રાફડો ફાટયો હોય તેમ એક પછી એક દુર્ઘટના સર્જાઈ રહી છે તો ઉતરપ્રદેશમાં એક જ દિવસમાં ત્રણ ટ્રેન અકસ્માત નોંધાયા છે. નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. તેને પગલે નવા રેલમંત્રી પિયુશ ગોયલે રેલવે સિકયોરીટી વધારવા માટે અને અકસ્માતોને રોકવા માટે ગઈકાલે એક બેઠક યોજી હતી. જેમાં તેમણે જુના પેન્ડીંગ પડેલા સુધારા-વધારા માટે તત્કાલ ધોરણે પુરા કરવા માટે દેશભરમાં ૪૦૦૦ માનવરહીત રેલવે ક્રોસીંગ હટાવવાનો આદેશ આપ્યો હતો. સાથે જ જુના રેલવે ટ્રેક હવે ફરીથી રીનોવટ કરાવાશે સાથે જ રેલવે સેફટીમાં પણ સુધારા વધારા કરવામાં આવશે. જે જગ્યાઓએ રેલવે ટ્રેક નથી ત્યાં પણ નવા પાટાઓ નાખવામાં આવશે. સાથે જ ટ્રેનમાં શિયાળામાં ઝાકળ લઈને તકલીફ ન પડે તે માટે એન્ટી ફોગ એલઈડી લાઈટસ લગાડવામાં આવશે. રેલવે અકસ્માતો સહિત રોજ ૨૦૦ લોકો માનવરહીત રેલવે ક્રોસીંગના લીધે મૃત્યુ પામ્યા છે તો હાલ દુર્ઘટનાને લઈને મૃત્યુઆંક આસમાને પહોંચી રહ્યો છે માટે એકસીડન્ટ પ્રોન એરીયા પર સેફટી વધારાશે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ગયા વર્ષે દેશમાં દરરોજ ૩૫ અકસ્માત ૧૭ લોકોએ જીવ ગુમાવ્યો જેમાં ૪૬.૩ ટકા લોકો ૧૮થી લઈને ૩૫ વર્ષની વયના હતા. જેના પગલે રેલમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ એક વર્ષમાં ૫૦ ટકા અકસ્માતો અટકાવવાની તૈયારી કરી રહ્યા છે અને સાંસદમાં પડતર માર્ગ સલામતીનો ખરડો જો પસાર થઈ જશે તો ખુબ જ ઉપયોગી બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.