અબતક, અંબાજી 

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો રોકેટગતિએ વધી રહ્યા છે ત્યારે અંબાજી મંદિર તારીખ 22 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી, 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

 સવાર સાંજની આરતીના ઘરે બેઠા દર્શનનો લાભ મળે તેવી વ્યવસ્થા પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી

જાહેર કરાયેલા નિવેદન મુજબ, રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. તેથી ચર્ચા વિચારણાના અંતે વ્યવસ્થાપક સમિતિ દ્વારા શ્રી અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો તારીખ 22 જાન્યુઆરી 2022થી 31 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેને ધ્યાન લઈ શ્રી અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો તારીખ 15 જાન્યુઆરી 2022થી 22 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. જ્યારે 15 જાન્યુઆરી 2022થી 22 જાન્યુઆરી 2022 સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર સાંજની આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
કોરોનની ગાઈ લાઈનને લઈને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય અને ભક્તો સુરક્ષિત રહે તેવા આશય થી મંદિર બંધ કરાયા હોવાનું જણાવ્યું હતું અને સવાર સાંજની આરતીના ઘરે બેઠા દર્શનનો લાભ મળે તેવી વ્યવસ્થા પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જોકે આજે મંદિર બંધ હોવાથી શ્રધાળુ બહાર દુર ઉભા રહી હાઇવે રોડ ઉપર થી જ દર્શન કરતા નજરે પડ્યા હતા અને મંદિર બંધ રાખવાના પગલાને આવકાર દાયક ગણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.