Abtak Media Google News

સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ દીન દહાડે છરીની અણીએ લૂંટ ચલાવી: રૂ.3.52 લાખનો મુદ્દામાલ કબજે

કુવાડવા નજીક આવેલ વાડીવાળા વિસ્તારમાં એક સગીર ઘેટા બકરા ચરાવી રહ્યો હતો ત્યારે ત્યાં સ્કોર્પીયો કારમાં આવેલા ચાર શખ્સોએ તેના ગળે છરી રાખી તેના 9 જેટલા ઘેટાં બકરાંની લૂંટ કરી ત્યાંથી નાસી ગયા હતા.જે બનાવની જાણ કુવાડવા પોલીસ સ્ટાફે સગીરના પીતાની ફરિયાદ પરથી ચાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે

Advertisement

બનાવવા ની વિગતો મુજબ સગીરના મેહુલના પિતા રાજેશભાઈએ પોલીસને જણાવ્યું કે, ગઈકાલે તે તેની પત્ની અને પુત્ર મેહુલ સાથે બકરા ચરાવવા અમદાવાદ હાઈ વે નજીક ગયા હતા. બપોરે તે તેની પત્ની સાથે ચા-પાણી પીવા નજીકની એક હોટલે ગયા હતા. આ સમયે સ્કોર્પીયોમાં ધસી આવેલા ચાર અજાણ્યા શખ્સોમાંથી એકેબકરા ચરાવતા તેના પુત્ર મેહુલના ગળે છરી રાખી જો દેકારો કરીશ તો આ સગી નઈ થાય કહી ધમકી આપી નવેય ઘેટા-બકરા સ્પોર્પીયોમાં ભરી લૂંટ કરી ભાગી ગયા હતા.

હાલ કુવાડવા પોલીસે રાજેશભાઈની ફરિયાદ પરથી ચારેય શખ્સોની સામે લૂંટ પરથી ચારેય આશખ્સોની સામે લૂંટ સહિતની કલમનો ગુનો નોંધી મહિપત ભુદરભાઈ ચૌહાણ (ઉ.વ.22), અલ્પેશ જેસીંગભાઈ ચૌહાણ (ઉ.વ.20)આકાશ જેસીંગભાઈ ચૌહાણ (ઉ.વ.19)અને શાપર મુન્નાભાઈ પરમાર (ઉ.વ.28, રહે. બધા યુવરાજનગર ઝુંપડામાં, આજી ડેમ ચોકડી પાસે) ને બાતમીના આધારે મોરબી હાઈ-વે પર ગૌરીદળ ગામ પાસેથી પકડી સ્કોર્પીયો સહિત કુલ રૂા.3.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.