Abtak Media Google News

ગ્રામ્ય વિસ્તારોના લોકોને એકાઉન્ટ ખોલવા, પાસબુક પ્રિન્ટ કરવા, વિવિધ બેંક યોજનાઓમાં રોકાણ અને લોન અંગેની સેવા ઘરઆંગણે જ મળી રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75 જિલ્લાઓને 75 ડિજિટલ બેન્કિંગ યુનિટની ભેટ આપી છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવેલા આ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ પણ હાજર હતા.

Advertisement

75 જિલ્લામાં ડિજિટલ બેન્કિંગ યુનિટ્સનું ઉદ્ઘાટન કરતાં પીએમ મોદીએ કહ્યું કે ડિજિટાઈઝેશનની દિશામાં આ બીજી સફળતા છે.  આ ડિજિટલ બેન્કિંગ એકમો માત્ર બેન્કિંગ સેવાઓને જ સશક્ત બનાવશે નહીં, પરંતુ દેશ માટે એક મજબૂત ડિજિટલ બેન્કિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ પ્રદાન કરશે.  તેમણે કહ્યું કે આ એકમો બેંકિંગ અને નાણાકીય વ્યવસ્થાપનને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને પારદર્શિતાને પ્રોત્સાહન આપશે.

વડાપ્રધાને કહ્યું કે અમે બેંકિંગ સેવાઓને દૂર-દૂરના, ઘર-ઘર સુધી પહોંચાડવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને તેના કારણે આજે ભારતના 99 ટકાથી વધુ ગામડાઓમાં 5 કિલોમીટરની અંદર બેંકો છે.

ડિજિટલ બેન્કિંગ એકમોની શુ કામગીરી રહેશે?

આ ડિજિટલ બેંકિંગ એકમો દ્વારા, ગ્રાહકો બચત ખાતા ખોલવા, તેમના ખાતામાં બેલેન્સ શોધવા, પાસબુક પ્રિન્ટ કરવા, નાણાં મોકલવા, ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવા સિવાય ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને લોન માટે સરળતાથી અરજી કરી શકશે.  આ એકમો ગ્રાહકોને સાયબર સુરક્ષા અંગે જાગૃત કરવા માટે પણ કામ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.