• વિકાસ યાત્રાને ગંગાના પ્રવાહની જેમ વહેતી રાખવા બદલ
  • રાજકોટ વાસીઓએ ઉત્સાહ ઉમંગ અને ઉમળકાભેર વિકાસ પુરૂષ મોદીને આવકાર્યા

રાજકોટને ગંગાના વેણની જેમ વિકાસયાત્રાને જોડવા બદલ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનો રાજકોટ વાસીઓ વતી કૃતજ્ઞતા વ્યક્ત કરી રાજકોટ ઠાકોર સાહેબ  માંધાતાસિંહજી જાડેજા એ રાજકોટ વાસીઓ હતી આભાર વ્યક્ત કર્યો છે.

ભારત વર્ષની વિકાસ યાત્રાનુ સોનેરું સ્વપ્ન જોનાર, સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત, સમૃદ્ધ ભારત અને ડિજિટલ ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને તેને સાકાર કરવા માટે  રાજકિય ઈચ્છા શક્તિથી સતત કાર્યરત એવા ભારતના લોકપ્રિય, પ્રધાનસેવક અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રાજકોટએ વિકાસની  હારમાળા સર્જી છે. જેમાં  રાજકોટ મહાનગર – જિલ્લા અને મોરબી જિલ્લાના મળી રૂ. 6900 કરોડના કામો નુ લોકાર્પણ, ખાત મુહૂર્ત  અને વિકાસ કાર્યોના ઐતિહાસિક જાહેરાતના સાક્ષી બનવાનું રાજકોટવાસીઓને સદભાગ્ય પ્રાપ્ત થયું તે મારા માટે અતિ આનંદ અને ધન્યતાની પળ અનુભવું છું. ગુજરાતની વિકાસયાત્રાના પાયામાં  વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ છે.

તેઓએ નાત, જાત, ભેદભાવ અને ભાષાથી પર ઉઠી વિકાસની પરિભાષાને અંકિત કરી છે. ભારતને એક મહાસત્તાના રૂપમાં જોવા માટે તેમના ધનિષ્ઠ પ્રયાસોને વિશ્વ સ્તરે  ગૌરવ વધાર્યું છે. રાજકોટ ખાતે  દોઢ કિલોમીટરના રોડ શો માં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીને લોકોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉમળકાભેર  આવકર્યા  હતા. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ વાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મહામંત્ર ને ચરીતાર્થ કરી  આદરણીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રગતિ અને સફળતાના શિખરો સિદ્ધ કરવા બદલ પોતાની કૃતજ્ઞતા રાજકોટ વાસીઓ  બદલ રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા એ વ્યક્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.