Abtak Media Google News

ચોમાસામાં અનિશ્ચિતતાને પગલે ખેતીને અસર થઈ છે. જેને કારણે દેશમાં ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 5.5 ટકા રહે અને વૃદ્ધિ દર અગાઉના અનુમાનથી ઘટીને 6.3 ટકા રહે તેવો અંદાજ એશિયન ડેવલપમેન્ટ બેંકે કર્યો છે. જો કે આગામી નાણાકીય વર્ષમાં ફુગાવો કાબુમાં આવે તેવો અંદાજ પણ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

એશિયન ડેવલપમેન્ટ બેંકે ચાલુ વર્ષ માટે ભારતના વિકાસ દરના અંદાજમાં થોડો ઘટાડો કર્યો છે.  એવી પણ આશંકા છે કે દેશનો ફુગાવો અગાઉના અંદાજ કરતાં થોડો વધારે હોઈ શકે છે.  અંદાજમાં આ ફેરફારો માટે બેન્કે નિકાસમાં ઘટાડો અને સામાન્ય કરતાં ઓછા ચોમાસાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાને જવાબદાર ગણાવી છે.  જોકે, આગામી નાણાકીય વર્ષ માટે વૃદ્ધિના અંદાજમાં કોઈ ફેરફાર થયો નથી.

એશિયન ડેવલપમેન્ટ બેંકે ભારતના અર્થતંત્રને લઈને જાહેર કર્યો અહેવાલ : અનિશ્ચિત ચોમાસાને કારણે ચાલુ વર્ષે વૃદ્ધિ 6.4ની બદલે 6.3 ટકાના દરે થવાનો તેમજ ફુગાવો 5ની બદલે 5.5 ટકા રહેવાનો અંદાજ : વર્ષ 2025માં ફુગાવો 4.2 ટકાથી નીચે રહેવાનું અનુમાન

બેંકે અનુમાન લગાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃદ્ધિ અનુમાન ઘટાડીને 6.3 ટકા કરવામાં આવ્યું છે.  અગાઉ 6.4 ટકા વૃદ્ધિનો અંદાજ હતો.  તેના રિપોર્ટમાં બેંકે કહ્યું કે નિકાસમાં ઘટાડો અર્થતંત્રની ગતિને ધીમી કરી શકે છે.  સાથે જ કમોસમી વરસાદના અભાવે કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે.  જેના કારણે ગ્રામીણ અર્થવ્યવસ્થાને અસર થઈ શકે છે.

ઉપજની અપેક્ષાઓમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાના દરનો અંદાજ વધારીને 5.5 ટકા કર્યો છે.  જે એપ્રિલ મહિનામાં 5 ટકા આપવામાં આવી હતી.  રિપોર્ટ અનુસાર, પાકના ઓછા ઉત્પાદનને કારણે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાની સંભાવના છે, જેની અસર મોંઘવારી દર પર પડી શકે છે.

જોકે, આગામી નાણાકીય વર્ષ 2025 માટેના અંદાજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.  બેંકે આગામી વર્ષનો અંદાજ 6.7 ટકા પર સ્થિર રાખ્યો છે.  બેંકનો અંદાજ છે કે આવતા વર્ષે ખાનગી રોકાણમાં વધારો થઈ શકે છે અને ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે. બીજી તરફ આગામી વર્ષે ફુગાવો પણ 4.2 ટકાની નીચે રહે તેવો અંદાજ છે.

બેંક રિપોર્ટમાં યીલ્ડમાં ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.  ઓગસ્ટમાં પડેલા દુષ્કાળને કારણે ખરીફ પાક પર નકારાત્મક અસર પડી છે.  જોકે સપ્ટેમ્બરમાં વરસાદમાં વધારો થતાં થોડી રાહત થઈ છે.  15 સપ્ટેમ્બર સુધીના આંકડા અનુસાર, ખરીફ પાકનો કુલ વિસ્તાર ગત વર્ષની સરખામણીમાં વધ્યો છે.  જેમાં ચોખાનો વિસ્તાર વધ્યો છે.  જોકે, કઠોળના વાવેતર વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો છે.  આ જ નિષ્ણાતો માને છે કે ઓછા વરસાદને કારણે પાકની ઉપજને પણ અસર થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.