Abtak Media Google News

 ધાર્મિક ન્યુઝ

આજથી  પોષ સુદ આઠમને ગુરુવારેથી શાકંભરી નવરાત્રીનો પ્રારંભ થયો છે . જે પોષ સુદ પૂનમ એટલે કે પોષી પુનમ તા. 25-1-24 ના દિવસે પૂર્ણ થશે. વર્ષમાં મુખ્ય ચાર નવરાત્રી આવે છે તે ઉપરાંત શાકંભરી નવરાત્રી પણ આવે છે. માં શાકંભરી નુ પૂજન શુક્રવારે સવારે નિત્ય કર્મ કરી અને ત્યારબાદ બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી માં શાકંભરી ની છબી અથવા તે ન હોય તો નવદુર્ગા માતાજીની છબી પણ ચાલે. તેને લાલ વસ્ત્ર ઉપર રાખી અને કંકુનો દિવો કરી અગરબતી કરી અને માતાજીને કંકુનો ચાંદલો ચોખા કરી ચુંદડી પહેરાવી અને ત્યારબાદ ૐ શાકંભરી મતાયે નમ: મંત્ર ની એક માળા અને ત્યારબાદ કુળદેવી ના મંત્રની એક માળા કરવી. માતાજીને નૈવેદ્ય મા મીઠાઈ અને ખાસ લીલા શાકભાજી ધરવા. ત્યારબાદ આરતી કરી તે શાકભાજી ની રસોઈ કરી અને બપોરે માતાજી ને થાળ ધરવો. અને ત્યારબાદ તેની પ્રસાદી લેવી. આમ પોષી પુનમ સુધી માતાજીનું પૂજન અને વ્રત કરવું. કરવું આમ પૂજન અને વ્રત કરવાથી જીવનની બધી બાધા ઓ અને મુસીબતો દૂર થશે.

Advertisement

કથા:-

દુર્ગમ નામનો રાક્ષસ તપ કરે છે અને બ્રહ્મદેવ નુ વરદાન મેળવી પૃથ્વી ના વેદ અને તત્વ લઈ લે છે. આના પરીણામ સ્વરૂપ દેવતાઓ વેદને ભુલી જાય છે અને પૃથ્વી ઉપરથી સત્કર્મ અને પરીકર્મ બંધ થઈ જાય છે. આમ તેના પરીણામ સ્વરૂપ પૃથ્વી ઉપર દુષ્કાળ પડે છે. લોકો ભુખથી મરવા લાગે છે. આથી ઋષીમુની ઓ દેવી ભગવતી માતાજી ને પ્રાર્થના કરે છે. આમ માતાજી શતાક્ષી એટલે કે સો નેત્રવાળુ રૂપ લઈ અને દુર્ગમનો નાશ કરે છે અને વેદ ને મુક્ત કરે છે. અને ત્યાર બાદ પૃથ્વી ઉપર વરસાદ પડે છે. પરંતુ માતાજીની કૃપાથી સૌ પ્રથમ ચારેકોર પૃથ્વી ઉપર શાકભાજી ઉગે છે અને તે લોકો ખાય છે. અને મનુષ્યોને પૃથ્વીવાસી લોકોને માતાજીની કૃપાથી નવજીવન મળે છે. આમ આથી માતાજીનાં એક સ્વરૂપનું નામ શાકંભરી દેવી પડેલ છે. આથી ખાસ આપણા વેદ સંસ્કૃતિ અને યજ્ઞોનું રક્ષણ થવું જોઈએ અને આ પરંપરાઓ ચાલુ રહેવી જોઈએ.
શાસ્ત્રી રાજદીપ જોશી
(વેદાંત રત્ન)

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.